Vadodara,તા.12
વડોદરા જિલ્લામાં નર્મદા કેનાલવાના જુદા-જુદા બે બનાવો બનતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વખત આવ્યો છે.
વડોદરા જિલ્લાના ડભોઇ નજીક આવેલા સિતપૂર ગામે છેલ્લા કેટલાક દિવસોથી નર્મદા કેનાલમાં ગાબડું પડતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં નહીં લેવાતાં ગ્રામમાં રોષની લાગણી ફેલાઈ છે.
આવી જ રીતે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ચોકારી ગામે ગઈકાલે કેનાલમાં ગાબડું પડતા આસપાસના મકાનો તેમજ ખેતરો જળબંબાકાર થઈ ગયા છે. ગ્રામજનો દ્વારા આ બાબતે સંબંધિત અધિકારીઓને ફરિયાદ પણ કરવામાં આવી છે. પરંતુ હજી સુધી કોઈ પગલાં નહીં લેવાતાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વખત આવ્યો છે.