ખેડૂતો સાથે સોલાર પાવર કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા છેતરપિંડી આચરતા ખેડૂતો High Court ના શરણે

Share:
આદિત્ય બિરલા સોલાર પ્લાન્ટ કમ્પની દ્વારા 30 વર્ષના ખોટા એગ્રીમેટ કરી ખોટી સહીઓ કરાવી ખેડૂતોને માત્ર એક જ વર્ષનું ભાડુ ચૂકવવામાં આવ્યાનો આક્ષેપ પણ ખેડૂતોએ કર્યો હતો.

Patan,તા.24

આદિત્ય બિરલા રિન્યુબલ એનર્જી સોલર પ્લાન્ટ કંપની ના દ્વારા કાતરા ગામમાં સોલાર પ્રોજેક્ટ  માટે કરાર આધારિત જમીન ભાડે રાખી છેતરપિંડી  કરી ખેડૂતો સાથે ખોટી નોટરી  કરાવી એગ્રીમેટ પ્રમાણે જમીનના ભાડામાં પૂરતુ વળતર ન મળ્યું હોવાનો ખેડૂતોએ જણાવ્યું છે.

હારીજ  તાલુકાના કાતરા ગામના ખેડૂતોની જમીન બિન ખેતી કરાવ્યા વગર જ સોલર પ્લાન્ટ પ્રોજેકટ માટે પાકું બાંધકામ કરવામાં આવ્યું તેમજ નવાઈની વાત તો એ જાણવા મળી કે ઘણાં ખેડૂતોએ પોતાની જમીન ભાડે નથી આપી છતાં ખેડૂતની જાણ કર્યા વગર સોલાર કમ્પની દ્વારા રાતોરાત અંડર ગ્રાઉન્ડ 33 kv HD કેબલ નાખી દેવામાં આવ્યા છે તેનું કોઈ આજ દિવસ સુધી કોઈ જાતનું વળતર પણ ખેડૂતોને ચૂકવ્યું નથી. આદિત્ય બિરલા સોલાર પ્લાન્ટ કમ્પની દ્વારા 30 વર્ષના ખોટા એગ્રીમેટ કરી ખોટી સહીઓ કરાવી ખેડૂતોને માત્ર એક જ વર્ષનું ભાડુ ચૂકવવામાં આવ્યાનો આક્ષેપ પણ ખેડૂતોએ મીડિયા સમક્ષ કર્યો હતો.

કંપની દ્વારા ખેડૂતોને જમીનનું એક સાથે ભાડુ આપવાનું નક્કી કરી ત્યારબાદ ખેડૂતો પાસેથી 29 વર્ષ અને 12 મહિનાના કરાર આધારિત સોલાર પ્રોજેકટ માટે જમીન ભાડે રાખવામાં આવી ત્યારબાદ વચેટિયાઓ અને કોટ્રાક્ટર દ્વારા ખેડૂતોને ધાક ધમકી આપી ફરિયાદ કરવાની ધમકી આપતા ખેડૂતો દ્વારા સ્થાનિક તંત્રને આ મુદ્દે અનેક રજૂઆત કરતા કોઇ કાર્યવાહી પણ જાતની કાર્યવાહી કરવામાં નહી આવતા ખડુતોએ આખરે હાઇકોર્ટના દ્વાર ખખડાવી સરકાર પાસે ન્યાયની માગ કરી હતી.

હારીજના રોડા ગામના ખેડૂત અમરતભાઈ દેસાઈએ પોતાની વેદના ઠાલવી જણાવ્યું હતું કે વચેટીયાઓ દ્વારા અમોને વિશ્વાસમાં લઈ ખેતરમાં સોલાર પ્લાન્ટની કામગીરી કરાવી 30 વર્ષના કરાર સાથે દર વર્ષે ભાડું આપવાની વાત કરી આજદિન સુધી સોલાર કમ્પની દ્વારા કોઈ પણ જાતનું વળતર ના ચૂકવતા સોલાર કંપનીના જવાબદારો સામે હારીજ સિવિલ કોર્ટમાં કેશ દાખલ કરી ન્યાય સાથે વળતરની માગ કરી હતી.

કાતરા ગામના ખેડૂત પ્રકાશભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ કાતરા ગામમાં આવેલી આદિત્ય બિરલા રિન્યુબલ એનર્જી નામની સોલાર પાવર કમ્પનીના કોન્ટ્રકટરો દ્વારા પોતાના 66 પૈકી 1 નંબર ધરાવતા ખેતરમાં કોઈ પણ પ્રકારના એગ્રીમેન્ટ કરાર કર્યા વગર જ ખેડૂતની જાણ બહાર છેતરપિંડી આચરી 66 કેવી એચડી કેબલની આઠ જેટલી લાઈનો નાખી કોઈ પણ પ્રકારનું વળતર નહીં ચૂકવતા નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી સોલાર પ્રોજકટ કમ્પનીના જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરી ભોગ બેનેલ તમામ ખેડૂતોને ન્યાય માટે સરકાર પાસે માગ કરી હતી.

કાતરા ગામના ખેડૂત અમિતભાઇ ચૌધરીના જણાવ્યા મુજબ આદિત્ય બિરલા રિન્યુબલ એનર્જી  સોલાર પાવર કંપની સૌ પ્રથમ વખત કાતરા ગામમાં આવી 300 મેગા વેલુડા પ્લાન્ટ જનરેટ કરવા માટે ખેડૂતો પાસે કાચી સહી લઈ કામગીરી શરૂ કરવા સરકારના નિયમ મુજબ જમીન બિન ખેતી લાયક તથા જમીન એન.એ. કર્યા વગર સરકારના નીતિ નિયમો નેવે મૂકી ખેડૂતોને ડરાવી ધમકાવી પોલીસનો ડર બતાવી ખેડૂતોની જમીન પચાવવાનું મોટું ષડ્યંત્ર રચી વચેટીયાઓ ખેડૂતોના પૈસા પડાવાનું કાર્ય કરતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *