Rajkot:ખેતરમાં કામ કરતી વખતે વીજ કરંટ લાગવાથી ખેડૂતનું મોત

Share:

Morbi,Amreli,તા.03

મોરબીના લીલાપર રોડ પરના ખેતરમાં કામ કરતી વખતે ૬૦ વર્ષીય વૃધ્ધને વીજશોક લાગતા મોત થયું હતું.  અમરેલી જિલ્લામાં આપઘાતના બે બનાવો સામે આવ્યા છે. રાજુલાના ભેરાઇ ગામે જીવનથી કંટાળી ૩૨ વર્ષીય યુવકે આપઘાત કર્યો હતો. જાફરાબાદમાં કંપનીની ગર્લ્સ હોસ્ટેલમાં ૨૫ વર્ષીય યુપીની યુવતીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી હતી.

મોરબી તાલુકાના લીલાપર રોડ પર રહેતા રમેશભાઈ બચુભાઈ દેથરીયા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધ લીલાપર ગામની સીમમાં આવેલ ખેતરમાં હતા ત્યારે પગના ભાગે ઇલેક્ટ્રિક શોક લાગતા મોત થયું હતું.

રાજુલા તાલુકાના ભેરાઇ ગામે ઇમ્તિયાઝભાઈ નનુભાઈ કાજી નામના ૩૨ વર્ષીય યુવકે પોતાના રહેણાંક મકાનમાં જિંદગીથી કંટાળી ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું.

જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામ ખાતે આવેલ સિટેક્ષ કંપનીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને પ્રાઇવેટ નોકરી કરતી આફ્રિનબેન મહમદ યુનુસભાઈ સતાર મહમદભાઇ શેખ નામની ૨૫ વર્ષીય યુપીની યુવતીએ કોઇ કારણોસર ગળે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવને લઇને પિતાએ જાફરાબાદ પોલીસ મથક ખાતે જાણ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *