New Delhi,તા.26
ટેક કંપની મેટાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram અને Facebook ગઈકાલે ભારતમાં સાંજે 6-30 વાગ્યાથી 3 કલાક સુધી ડાઉન થઈ ગયા હતા. ડાઉન ડિટેકટરમાં આઉટેજની ફરિયાદોનો મારો ચાલ્યો હતો.
બન્ને સોશિયલ મીડિયાને મેટા રન કરે છે. કંપની તરફથી ડાઉનને લઈને કોઈ નિવેદન નથી આવ્યું. ડાઉન ડિટેકટરના અનુસાર દુનિયાભરમાં Facebook અને Instagramમાં અનેક યુઝર્સને વેબ અને એપ બન્ને વર્ઝનો પર એકસેસ કરવા અને ફીડ રિફ્રેશ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો.
એક Instagram યુઝર્સે જણાવ્યું હતું કે, સ્ટોરીઝ અને પોસ્ટ પર કોમેન્ટસ તો જોવા મળે છે પણ તેને ખોલી નથી શકાતું. અનેક લોકોએ એ પણ ફરીયાદ કરી કે જયારે કોઈ કોમેન્ટ પોસ્ટ કરવામાં આવે છે તો તે ગાયબ થઈ જાય છે.
Instagram પર 52 ટકા લોકોને એમ કનેકશનને લઈને મુશ્કેલી પડી હતી. ઉલ્લેખનીય છે કે 4 ઓકટોબર 2021માં Facebook, વોટ્સએપ, Instagram પ્લેટફોર્મ 6 કલાક સુધી પૂરી દુનિયામાં બંધ રહ્યા હતા. જેથી અબજો લોકોને મુશ્કેલી પડી હતી.