Ayodhya,તા.3
અહીં મહાકુંભથી આવનારી ભીડને ત્રણ સ્તરેથી નિયંત્રીત કરવામાં સફળતા મેળવી લીધી છે. અગાઉ જયાં 10 લાખ લોકો પહોંચી રહ્યા હતા, ત્યાં સંખ્યા રવિવારે 4 – 5 લાખમાં સીમીત થઈ ગઈ હતી.
સીમાવર્તી જિલ્લાથી અયોધ્યા સુધી બધા પ્રવેશમાર્ગો પર તપાસ ચાલુ છે. હોલ્ડીંગ પોઈન્ટ પર વાહનોને રોકીને સીમીત સંખ્યામાં જ આગળ મોકલવામાં આવી રહ્યા છે.
મંદિર ટ્રસ્ટ અનુસાર દર્શન સમય વધાર્યા બાદ પણ 4 લાખ સુધી શ્રદ્ધાળુઓને કરાવવા સંભવ થઈ રહ્યા છે. કમિશ્નર ગૌરવ દયાલે જણાવ્યું છે કે, વસંત પંચમીએ પ્રયાગરાજ મહાકુંભથી 20 લાખ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે. જેને જોતા સુરક્ષા અને ભીડ નિયંત્રણની વિસ્તૃત યોજના લાગુ કરવામાં આવી છે.
રામપથ પર માત્ર પગપાળા યાત્રીઓને જ મંજુરી છે. વાહનોનો પ્રવેશ વર્જિત છે. આવનારી ભીડને પંચકોસી પરિક્રમાના વિભિન્ન માર્ગોથી પ્રવેશ કરવામાં આવી રહ્યો છે.
રવિવારથી મંગળવારથી ખાસ સતર્કતા રાખવામાં આવી રહી છે. પ્રયાગરાજમાં વસંત પંચમી બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા આવવાની સંભાવના છે.