Jamnagar, તા.08
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49 ના રહેતા કલ્પેશ ઉર્ફે કલીયો જેન્તીભાઈ ગોરી નામના શખ્સના રહેણાક મકાનના ઇંગ્લિશ દારૂ ઉતારવામાં આવ્યો હોવાની બાતમીના આધારે ગઈકાલે રાતે પોલીસે દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમિયાન મકાનમાંથી 14 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂપિયા 7,000 ની કિંમતમનો ઇંગ્લિશ દારૂ કબજે કરી લીધો હતો, જયારે આરોપી ઘરમાં હાજર ન હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કર્યો છે, અને શોધખોળ હાથ ધરી છે.