Vadodara,તા.25
ગુજરાત ઉર્જા વિકાસ નિગમની સ્કવોડ દ્વારા આજે શહેરના પાણીગેટ વિસ્તારમાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં ૪૨ લાખ રુપિયાની વીજ ચોરી અને ગેરરીતિ ઝડપાઈ હતી.
મળતી વિગતો પ્રમાણે મધ્ય ગુજરાત વીજ કંપનીના પાણીગેટ સબ ડિવિઝન હેઠળ આવતા ભદ્રકચેરી, રાજારાણી તળાવ, યાકુતપુરા, શેખ ફરીદ મહોલ્લો, કહાર મહોલ્લા, બાવામાન પુરા, મદાર મહોલ્લા, અજબડી મિલ વિસ્તાર જેવા વિસ્તારોમાં સ્કવોડના સભ્યો દ્વારા ૩૫૬ વીજ જોડાણોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.જેમાં ૩૯ વીજ ચોરીના અને સાત વીજ ચોરીના કિસ્સા ઝડપાયા હતા.
સૂત્રોના કહેવા પ્રમાણે વીજ ચોરીના ૩૯ કિસ્સામાં ૧૦ કિસ્સા તો એવા હતા કે જેમના ઘરે મીટર હતું જ નહીં અને તેઓ બારોબાર લાઈનમાંથી વીજળી વાપરી રહ્યા હતા.૬ કિસ્સામાં મીટર સાથે ચેડા થયેલા સામે આવ્યા હતા.જેમાં ગ્રાહકોએ વીજ મીટરને ધીમું કરાવી નાંખ્યું હતું.જેના કારણે ઓછું બિલ આવતું હતું.કુલ મળીને ૩૮ લાખ રુપિયાની વીજ ચોરી પકડાઈ હતી.