Rajkot,તા.15
શહેરના કોઠારીયા મેઈન રોડ તિરૂપતિ સોસાયટી મા રહેતા 82 ના વૃદ્ધાનુ ઘરમાં જ અકસ્માતે સીડી પરથી પડી જતા મૃત્યુ નો બનાવ્ પોલીસ દફતરે નોંધાયો છે
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કોઠારીયા મેન રોડ પર આવેલી તિરૂપતિ સોસાયટી શેરી નંબર૫અને ૧૦ ના ખૂણે મકાન ધરાવતા છોટા બાવા વૈભવ પોપટભાઈ ઝાલા ૮૨ નામના વૃદ્ધા આજરોજ પોતે પોતાના ઘરે હતા ત્યારે ઉપલા માળેથી નીચે ઉતરતી વખતે અકસ્માતે સીડી પરથી નીચેપડી જતા માથા ના ભાગે ઈજા થતાં ઈજાગ્રસ્ત સ્થિતિમાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ માં તાબડતોબ સારવારમાં લાવતા ફરજ પરના ડોક્ટરે તપાસીને મરણ જાહેર કરેલ છે મરનાર છોટા બાવા ને બે દીકરીઓ અને બે દીકરાઓ સંતાનમાં હોવાનું જાણવા મળેલ છે