તંત્રી લેખ…હિન્દી વિરોધ પાછળ વોટબેંકનું રાજકારણ

Share:

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ત્રણ ભાષાઓની નીતિ છે, જેમાં એ રાજ્યની ભાષા, અંગ્રેજી અને એક અન્ય ભારતીય ભાષાનું અધ્યયન સામેલ છે. જોકે આ નીતિમાં સ્પષ્ટ રૂપે એ નથી કહેવામાં આવ્યું કે ત્રીજી ભાષા હિંદી જ હોવી જોઇએ બલ્કે તે કોઈપણ ભારતીય ભાષા હોઇ શકે છે. તેમ છતાં તમિલનાડુ સરકાર તેને એક રીતે હિંદી થોપવાની કોશિશ રૂપે જોઈ રહી છે. તમિલનાડુમાં હિંદી વિરોધ ત્યાંના રાજકારણના ખાસ મુદ્દાઓમાં એક છે. આ વિરોધ આઝાદી બાદથી જ આંદોલન રૂપે સતત ચાલતો આવ્યો છે. એક વાર ફરી હિંદી વિરોધને રાજ્યની જનતાના હિતો વિરુદ્ઘ ગણાવીને રાજ્ય સરકાર આવનાર ચૂંટણીમાં એક મુદ્દા રૂપે જોઈ રહી છે. જે નવો વિવાદ હિંદી ને લઈને રાજ્ય સરકાર પૈદા કરી રહી છે તે નવી શિક્ષણ નીતિને લાગુ કરવાને લઈને છે. કેન્દ્ર સરકારે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત મળનારી આર્થિક સહાયતામાં તમિલનાડુમાં કપાતનો સંકેત આપ્યો છે, જેને તમિલનાડુ સરકાર બ્લેકમેલિંગ રૂપે જોઈ રહી છે. દેખીતી રીતે તમિલનાડુ સરકારે તેને રાજકીય મુદ્દો બનાવીને રાજ્યના હિત વિરુદ્ઘ હિંદી વિરોધ સાથે સીધેસીધો જોડી દીધો છે. તેનાથી સતત વિવાદ વધી રહ્યો છે. વૈશ્વીકરણના યુગમાં માતૃભાષા ઉપરાંત વધારેમા ંવધારે ભાષા શીખવાની જરૂર જણાવવામાં આવે છે. પછી હિંદી ભારતમા ંએંસી ટકાથી વધારે લોકોની ભાષા છે. એવામાં તમિલનાડુના લોકો માટ ેહિંદી શીખવી કેવી રીતે તેમના હિતો પર કુઠારાઘાત કહી શકાય, એ સ્ટાલિને સ્પષ્ટ ન કર્યું.

મુખ્યમંત્રી સ્ટાલિને જે રીતે હિંદી વિરોધમાં ટિપ્પણી કરી છે તેનાથી હિંદીને લઈને રાજ્યમાં નવો વિવાદ ઊભો થઈ ગયો છે. સ્ટાલિનનું કહેવું છ કે તમિલનાડુની કોલેજોમાં ત્રીજી ભાષા ફોર્મ્યૂલા અંતર્ગત હિંદી થોપવામાં નહીં આવે. તેમની હિંદી વિરોધી આ ટિપ્પણીમાં કોઈ નવી વાત નથી. દેખીતી રીતે તમિલનાડુની રાજનીતિ હિંદી વિરોધને લઈને દાયકાઓથી ચાલી આવે છે. ક્યારેક તો હિંદી વિરોધ કરતા ંકરતાં દેશનો વિરોધ પણ થયો છે. જેનાથી દેશભરમાં તીખી પ્રતિક્રિયાઓ આવી છે, પરંતુ હિંદી વિરોધ તમિલનાડુની રાજનીતિમાં સૌથી ખાસ મુદ્દા રૂપે રાજકીય પક્ષો વાપરવાનું ચૂકતા નથી. ત્યાં ચૂંટણી જીતવાનો આ સૌથી વજનદાર મુદ્દો રહ્યો છે. રાજનીતિના જાણકારોનું કહેવું છે કે તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી પોતાનો ફેલાવો કરી રહી છે, જેને સ્ટાલિન પોતાના શાસન માટે પડકાર રૂપે જોઈ રહ્યા છે. હિંદી ભારતની રાજભાષા છે. કેન્દ્રીય કાર્યાલયોમાં અંગ્રેજીની સાથે તેનો ઉપયોગ અનિવાર્ય છે. રાજ્યની સ્કૂલોમાં તમિલ સાથે અંગ્રેજીનો ઉપયોગ ભાષાના માધ્યમ રૂપે થાય છે, પરંતુ હિંદીનો ન થઈ શકે! સ્ટાલિન હિંદી થોપવાની વાત કેન્દ્ર સરકારની ભાષા નીતિ સાથે અસહમત કે વિરોધ રૂપે ચર્ચાનો વિષય બનાવવા માગે છે. તેઓ તેને એ રીતે રજૂ કરે છે જાણે તમિલનાડુના બાળકો સાથે કેન્દ્ર સરકાર બહુ અનર્થ કરવાની છે. સ્ટાલિન એ ભૂલી જાય છે કે ભારત વિવિધતાઓનો દેશ છે. તમામ રાજ્યો પોતાની આંચલિક ભાષાને રાજયમાં લાગુ કરવા માટે સંપૂર્ણ રીતે આઝાદ છે. રાજીવ ગાંધી સરકારે ત્રણ ભાષાની જે કેન્દ્રીય શિક્ષણ નીતિની ફોર્મ્યૂલા લાગુ કરી હતી, તે તમિલનાડુમાં આજ સુધી લાગુ નથી કરવામાં આવી. તેના બચાવમાં દુહાઈ એ આપવામાં આવે છે કે તેનાથી રાજ્યના બાળકો પર બિનજરૂરી માનસિક બોજ વધશે, જે તેમના વિકાસમા ંઅડચણ પેદા કરવાનું કામ કરશે. રાજ્ય સરકારોએ જનમાનસને હિંદી વિરોધન ાનામે રાજ્યમાં કેટલીય વાર વિકટ હાલત પેદા કરી છે તેનું પરિણામ એ આવ્યું કે સમજ્યા-વિચાર્યા વિના પ્રદેશની જનતા હિંદી વિરોધ આંદોલને ચડી. ધીમે ધીમે અહીંના લોકોની માનસિકતા એવી થઈ ગઈ કે તમિલનાડુમા ંહિંદી શિક્ષણનુ ંમાધ્યમ કે હિંદી શીખવું તેમના વિકાસમાં રુકાવટ પેદા કરે છે, કારણ કે તેનાથી તમિલોનું અહિત થશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *