સપ્ટેમ્બર ૨૦૨૪માં રેકોર્ડ ઊંચાઈ પર પહોંચનારા ભારતીય શેરબજારમાં ત્યારબાદથી ઉલ્લેખનીય ઘટાડો આવ્યો છે અને રોકાણકારોના ૮૭ લાખ કરોડ રૂપિયાથી વધારેની મૂડી ડૂબી ગઈ છે. રોકાણકારો કેટલાય પ્રકારના પડકારો સામે ઝઝૂમી રહ્યા છે. જેમાં આર્થિક અને કોર્પોરેટ આવક વૃદ્ઘિમાં સુસ્તી, વિદેશી પોટર્ફોલિયો રોકાણકારોનું સતત બજારમાંથી પૈસા પાછા ખેંચવા, વૈશ્વિક સ્તર પર વ્યાપક આર્થિક અનિશ્ચિતતાઓ અને ભારતીય શેરોનું ઉચ્ચ મૂલ્યાંકન સામેલ છે. તે ઉપરાંત, ‘ટ્રમ્પ ટેરિફ’નો પ્રભાવ, મજબૂત અમેરિકી ડોલર અને અન્ય બજારોની તુલનામાં અમેરિકાની સાપેક્ષ આર્થિક મજબૂતીએ પણ મંદીમાં યોગદાન આપ્યું છે. સપ્ટેમ્બર ૨૦૨૪ના ત્રિમાસિકમાં ભારતનો જીડીપી વૃદ્ઘિ દર ખરાબ રહ્યો.
કમજોર થતી ઘરેલુ માંગ અને સતત પ્રતિબંધાત્મક મૌદ્રિક નીતિની સાથે સાથે સંસદીય ચૂંટણીઓને કારણે માચર્થી જુલાઈ, ૨૦૨૪ સુધી ઓછા સરકારી ખર્ચને કારણે અર્થવ્યવસ્થાના ત્રણ સ્તંભોમાં કમજોરી જોવા મળી – વ્યક્તિગત ઉપભોગ ખર્ચ, સરકારી ખર્ચ અને ખાનગી ફમર્નો મૂડીગત ખર્ચ, તમામ પ્રભાવિત થયા. ચોથો સ્તંભ, નિકાસને પણ વૈશ્વિક આર્થિક મંદીને કારણે પડકારોનો સામનો કરવો પડ્યો. ભારતનો જીડીપી વૃદ્ઘિ દર, જે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સાત ટકાથી વધારે હતો, હવે નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં છ ટકાના સ્તર પર પહોંચવાની આશા છે. આ મંદીએ કોર્પોરેટ લાભપ્રદતા અને બજાર પ્રદર્શન વિશે રોકાણકારોની આશાઓ ઘટાડી દીધી છે. ભારતમાં કોર્પોરેટ આવક, જે મહામારી બાદ સારી રહી હતી, તેમાં પણ તણાવના સંકેત દેખાવા લાગ્યા છે. કાચા માલ અને ઊર્જાની વધતી કિંમતોએ નફાના અંતરને ઘટાડી દીધું છે.
આઇટી, ફાર્મા અને ટેક્સટાઇલ જેવા નિકાસોન્મુખ ક્ષેત્રોને ઓછા ઓર્ડરનો સામનો કરવો પડી રહ્યો છે. આરબીઆઇની સખત મુદ્રાનીતિએ લોનનો ખર્ચ વધારી દીધો છે. જેનાથી રિયલ એસ્ટેટ અને બેંકિંગ જેવાં ક્ષેત્ર પ્રભાવિત થયાં છે, જ્યારે એમએફઆઇ સેગમેન્ટ અને અસુરિક્ષત વ્યક્તિગત લોન તણાવના સંકેત દેખાઈ રહ્યા છે. એફએમસીજી અને ઓટોમોબાઇલ સહિત ગ્રાહક-કેન્દ્રિત ક્ષેત્રોમાં માંગમાં ઘટાડો જોવા મળ્યો છે, ખાસ કરીને શહેરી અર્થવયવસ્થામાં. આવકમાં ધીમી વૃદ્ઘિને કારણે ભારતીય શેરોનું ઉચ્ચ, પ્રીમિયમ મૂલ્યાંકન હજુ ય વધારે લાગતું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીન ી અંતિમ ક્ષણોમાં બજારોમાં અનિશ્ચિતતા વધી ગઈ. ટ્રમ્પના સંરક્ષણવાદી, અમેરિકા પહેલાંની નિવેદનબાજીને કારણે રોકાણનો પ્રવાહ હજુ પણ વધારે સુરિક્ષત ઠેકાણાં તરફ વધી ગયો. વિદેશી સંસ્થાગત રોકાણકાર ભારતીય ઇક્વિટીમાં શુદ્ઘ વિક્રેતા રહ્યા છે, જે બજારમાં ઘટાડા પાછળ કારણભૂત છે. ભારતનાં બજારોમાં ૮૫૦ અબજ ડોલરથી વધારેનું એફપીઆઇ રોકાણ છે.
અમેરિકી શેરબજારના બહેતર પ્રદર્શન, મજબૂત અમેરિકી ડોલર, અમેરિકામાં ઉચ્ચ વ્યાજ દરો અને ભારતીય અર્થવ્યવસ્થા/આવકમાં મંદીને કારણે ઓક્ટોબર ૨૦૨૪થી એફપીઆઇ દ્વારા ઝડપથી વેચવાલી કરવામાં આવી. ભારત સહિત તમામ ઉભરતાં બજારોમાં નિકાસ જોવા મળી. અમેરિકી બજારોએ ૨૦૨૩ અને ૨૦૨૪, બંને વષોર્માં ૨૦ ટકાથી વધારે રિટર્ન આપ્યું છે અને મજબૂત અમેરિકી અર્થવ્યવસ્થા ૨૦૨૫ અને ત્યારબાદ માટે પણ મજબૂત પૃષ્ઠભૂમિ પ્રદાન કરી રહી છે. વૈશ્વિક રોકાણકારો ઉભરતા બજારોમાંથી પૈસા કાઢીને અમેરિકી બજારો તરફ વળી રહ્યા છે. ભારતીય બજારોમાં એફપીઆઇની નિરંતર વેચવાલીએ અસ્થિરતા વધારી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પના વિજયી થવાની સાથે જબજારોમાં ‘ટ્રમ્પ ટ્રેડ’ની ધૂમ મચી ગઈ, જેનાથી અમેરિકામાં ફુગાવો, ડોલરમાં મજબૂતી અને ઉચ્ચ રાજકોષીય ખાધમાં વધારો થયો. આ ‘ટ્રમ્પ ટ્રેડ’ને કારણે પણ ઉભરતાં બજારો સહિત ભારતથી પણ મજબૂત નિકાસ થઈ. અમેરિકી ફેડ દ્વારા સપ્ટેમ્બરથી દરોમાં પૂરા એક ટકાના કપાત છતાં આપણે જોયું કે અમેરિકી રાજકોષમાં વૃદ્ઘિ થઈ છે અને અન્ય તમામ મુદ્રાઓની કિંમતે અમેરિકી ડોલર મજબૂત થયો છે. ભારતીય રૂપિયાને મજબૂત કરવા માટે આરબઆઇએ એ અવધિમાં લગભગ ૭૦ અબજ ડોલર ખર્ચ કર્યા. તેનાથી પ્રણાલીગત તરલતા ઓર ઘટી ગઈ, જે પહેલાંથી જ સરકારી ખચર્માં ઘટાડાને કારણે કમજોર હતી.