તંત્રી લેખ…હિમ દુર્ઘટના

Share:

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં માણા પાસે ભયાનક હિમસ્ખલન દુઃખદ અને ચિંતાજનક છે. ૫૪ મજૂરો અચાનક હિમસ્ખલનની ઝપટમાં આવી ગયા, પરંતુ સૌભાગ્યે મોટાભાગના મજૂરોને બચાવી લેવામાં આવ્યા. ભારત-ચીન સીમા પર નિર્માણ કાર્ય કરતા આ મજૂરોને બચાવવા માટે કરાતી દરેક કોશિશની પ્રશંસા થવી જોઇએ. ગ્લેશિયરવાળા વિસ્તારોમાં કોઈપણ પ્રકારનું નિર્માણ કરતાં બહુ સાવધાન રહેવાની જરૂર છે. આટલી મોટી સંખ્યામાં મજૂરોની ત્યાં હાજરી પર પણ સવાલ ઉઠાવવામાં આવશે. તેથી સડક નિર્માણમાં લાગેલા લોકોને સુરક્ષાની નવી વ્યવસ્થાઓ રાખવી પડશે. સીમા પર જ પ્રકારનો તણાવ છે, તેમાં સડક નિર્માણ જરૂરી છે, પરંતુ તેના માટે કોઈ સુરિક્ષત સમય કે હવામાન હોઇ શકે? આ દુર્ઘટના સંવેદનશીલ નિર્માણ સાથે જોડાયેલા લોકો માટે ગંભીર ચેતવણી છે. હિમસ્ખલનના મિજાજને સમજવો પડશે. ઉત્તરાખંડના સ્થાનિક લોકો તો તેમ છતાં હિમસ્ખલનને સમજે છે, પરંતુ હંમેશાં બહારથી આવનારા ગ્લેશિયરની પ્રવૃત્તિ સમજવામાં નિષ્ફળ રહે છે. હિમસ્ખલન દરમ્યાન બરફ, ખડક, માટી અને અન્ય સામગ્રીના ઢગલા ઝડપથી પહાડના ઢોળાવ પરથી નીચે તરફ સરકવા લાગે છે. હિમસ્ખલનમાં હંમેશાં ભૂસ્ખલન પણ સામેલ હોય છે.

હિમસ્ખલન ત્યારે શરૂ થાય છે જ્યારે બરફનો એક અસ્થિર ખંડ ઢાળથી તૂટીને અલગ થઈ જાય છે. ૫૪ મજૂરો જ નહીં, એક મજૂર પણ હિમસ્ખલનનું કારણ બની શકે છે. આ એક પ્રકારે વિશાળ હિમખંડનું ધ્યાન ભંગ કરવા જેવી વાત છે. વૈજ્ઞાનિક માને છે કે હિમસ્ખલનની ૯૦ ટકા ઘટનાઓ માનવજનિત હોય છે અને હંમેશાં એ માનવો પણ દુર્ઘટનાનો શિકાર થઈ જાય છે. હિમસ્ખલન ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ ઝડપથી પડી શકે છે. ભારતમાં જોકે ઓછાં હિમસ્ખલન થાય છે. પશ્ચિમ અમેરિકી પહાડોમાં દર વર્ષે લગભગ એક લાખ હિમસ્ખલન થાય છે. એક અનુમાન છે હિમસ્ખલનથી દર વર્ષે દુનિયામાં ૧૫૦થી વધારે લોકો માર્યા જાય છે. જરૂરી નથી કે માનવ ગતિવિધિઓને કારણે જ હિમસ્ખલન ઘટિત થતા હોય. તોફાન, તાપમાન, હવા, ઢાળ, ભૂભાગ, વનસ્પતિ અને સામાન્ય હિમપાતની સ્થિતિમાં પણ હિમસ્ખલનની આશંકા રહે છે. હિમસ્ખલનની આશંકા ત્યારે સૌથી વધારે હોય છે જ્યારે તાજી બરફવર્ષાને કારણે બરફના ઢગલાથી નવું સ્તર જામી જાય છે. ચમોલીમાં કદાચ એવું જ થયું. પાછલા દિવસોમાં પહાડોમાં અનેક જગ્યાએ બરફવર્ષા થઈ છે. હજુ ભૂસ્ખલની ભવિષ્યવાણી શક્ય નથી. હિમસ્ખલન ક્યારે અને ક્યાં થશે તે કોઈ નથી જાણતું. બરફના ઢગલા, તાપમાન અને હવાની સ્થિતિની તપાસ કરીને ખતરાના સ્તરનું અનુમાન લગાવી શકાય છે. મતલબ, ગ્લેશિયરના વિસ્તારોમાં જ્યાં પણ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યાં આ અધ્યયન નિરંતર જરૂરી છે. બરફ પર નિયંત્રણ માટે ક્ષમતા જોઇએ. હંમેશાં બરફ જ બરફથી બચાવમાં સહાયક બને છે. ધ્યાન રહે, કેનેડા અને સ્વિટ્‌ઝરલેન્ડના ઊંચા પહાડોમાં વિશેષ સૈન્ય ટુકડીઓ તૈનાત હોય છે, જે હિમસ્ખલનો પર નિયંત્રણ કરે છે. કેટલાય સ્વિસ પહાડી ગામો બરફના ઢગલાને સ્થિર કરવા માટે મોટી, મજબૂત સંરચનાઓ બનાવીને પોતાના ઘરોને હિમસ્ખલનથી બચાવે છે. ભારતમાં પણ આવી સૈન્ય ટુકડીઓની સંખ્યા અને આધુનિક વ્યવસ્થા વધારવાની જરૂર છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *