બાંગ્લાદેશમાં તાજેતરના તખ્તાપલટના ઘટનાક્રમ બાદ તેને ચલાવનારી વચગાળાની કઠપૂતળી સરકાર તેના જન્મદાતા દેશ ભારતને આંખો દેખાડવા લાગી હતી. ભારતે તેને પાઠ ભણાવવા માટે બાંગ્લાદેશ માટે ટ્રાન્સ-શિપમેન્ટ એટલે કે ભારતીય બંદરો અને એરપોર્ટો દ્વારા ત્રીજા દેશો સુધી માલ પહોંચાડવાની સુવિધાને બંધ કરીને તેને કચકચાવીને લપડાક લગાવી છે. ભારતના આ પગલાના સ્પષ્ટ રાજકીય અને કૂટનીતિક સંદેશ છે. ઉલ્લેખનીય છે કે ભારત અને બાંગ્લાદેશ ચાર હજાર કિલોમીટર લાંબી સીમા સાથે જોડાયેલા તો છે, બંને વચ્ચે ઊંડા ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધો પણ રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બાંગ્લાદેશ દિક્ષણ એશિયામાં ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર અને ભારત એશિયામાં બાંગ્લાદેશનું બીજું સૌથી મોટું વેપારી ભાગીદાર બનાવી રહ્યું છે. પરંતુ બાંગ્લાદેશમાં છાત્ર આંદોલનના ઓઠા હેઠળ શેખ હસીના સરકારના તખ્તાપલટ બાદ રચાયેલી વચગાળાની સરકારના વડા મોહંમદ યુનૂસના કટ્ટરવાદી વલણે ભારતની ચિંતાઓ વધારી છે. અમેરિકાની કઠપૂતળી યુનૂસે બંને દેશો વચ્ચે ખટાશ લાવવામાં કોઈ કસર બાકી નથી મૂકી.
પાકિસ્તાનીો માટે વિઝા નિયમોમાં રાહત અને પછી પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સીધા વેપારની શરૂઆત ઉપરાંત, પોતાની ચીન યાત્રા દરમ્યાન યુનૂસ દ્વારા ભારતના પૂર્વોત્તર રાજ્યોને લેન્ડલોક્ડ ગણાવતાં ચીનને આ ક્ષેત્રમાં આર્થિક વિસ્તારનું આમંત્રણ આપવું યુનૂસના કટ્ટર મનસૂબાને જાહેર કરે છે. આ જાણે ઓછું હોય તેમ ગયા મહિને થાઇલેન્ડમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ યુનૂસના મીડિયા સલાહકારોએ બંને નેતાઓ વચ્ચે થયેલ વાતચીતને ખોટી રીતે રજૂ કરી, જેના માટે ભારતે યોગ્ય રીતે જ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી. પડોશી પ્રથમ નીતિને કારણે ભારતે પાકિસ્તાનને છોડીને બીજા પડોશી દેશો સાથે હંમેશાં એક વરિષ્ઠ પડોસી જેવા સંબંધ રાખવાની કોશિશ કરી છે, પરંતુ કઠપૂતળી યુનૂસનો પાકિસ્તાન અને ચીન પ્રત્યે વધતો ઝોક અને ખોટી ડંફાસો નવી દિલ્હીના ધીરજની પરીક્ષા લઈ રહ્યા છે. તાજા પગલાના સંદર્ભે ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશને આપવામાં આવેલ ટ્રાન્સશિપમેન્ટની સુવિધાથી ભારતીય બંદરો અને એરપોર્ટો પર અવ્યવસ્થા વધવાને કારણે ભારતીય નિકાસમાં વિલંબ થાય છે અને ખર્ચ પણ વધે છે. બાંગ્લાદેશ અને યુનૂસ માટે આ ભારે લપડાક છે, કારણ કે હવે તેણે નિકાસ માટે વૈકલ્પિક માર્ગ શોધવા પડશે, જે સમય અને નાણાંની દૃષ્ટિએ મોંઘા સાબિત થઈ શકે છે. બાંગ્લાદેશનો કાપડ ઉદ્યોગ, જે તેની અર્થવ્યવસ્થાનો આધાર છે, આ ઝટકાથી પ્રભાવિત થઈ શકે છે, જોકે ભારતે એ સુનિશ્ચિત કર્યું કે નેપાળ અને ભૂટાનને બાંગ્લાદેશના નિકાસ પર કોઈ અસર ન પડે. એમ કરીને ક્ષેત્રીય જવાબદારીઓ પ્રત્યે ભારતે પોતાની પ્રતિબદ્ઘતા જ વ્યક્ત કરી છે. બાંગ્લાદેશ માટે આ એક બોધપાઠ છે, તેનાથી ભારતે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ત પોતાના રાષ્ટ્રીય હિતો સાથે સમજૂતી નહીં કરે. અમેરિકાનો પિઠ્ઠુ યુનૂસ આ વાત જેટલી વહેલી સમજી જાય એટલું જ તેના માટે અને તેના દેશ માટે સારું રહેશે.