Raipur તા.10
છતીસગઢના પુર્વ મુખ્યમંત્રી ભુપેશ બધેલ અને તેમના કુટુંબ પર ઈડીની કાર્યવાહી આગળ વધી છે અને આજે ઈડીની ટીમે બધેલના ભીલાઈ ખાતેના નિવાસ સહિત 14 સ્થળોએ દરોડા પાડયા હતા જેમાં બધેલના પુત્ર ચૈતન્ય બધેલનો પણ સમાવેશ થાય છે.
ભુપેશ બધેલ સામે ક્રિકેટ સટ્ટાના બેટીંગ એપ્લીકેશન મહાદેવના પ્રમોટર સાથે સાંઠગાંઠનો કેસ છે અને તે માટે બધેલને જંગી રકમ ચુકવવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું જેમાં અગાઉ પણ તેમના પર દરોડા પડયા હતા.
આજે કેન્દ્રીય એજન્સીએ ફરી એક વખત બધેલ અને તેના પુત્રના નિવાસ અને અન્ય સ્થળોએ દરોડા શરુ કર્યા છે અને કુલ 14 સ્થળો પર ઈડીની કાર્યવાહી ચાલુ કરી છે અને તેમાં હવે બધેલ સામે નવા પુરાવા મેળવવામાં આવી રહ્યા છે.