Veraval,તા.29
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વાહન માલિકોને જણાવવાનું કે, દ્વિચક્રી વાહનોની ચાલુ સીરિઝ GJ 32 AB, AC, AD, AE, AF, AH તેમજ ફોર વ્હીલ વાહનોની ચાલુ સીરિઝ GJ 32AG તથા ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સીરિઝ GJ 32V માટેના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરોની હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
જે અન્વયે ઓનલાઇન અરજીનો સમયગાળો તા.03/04/2025થી તા.05/04/2025 સુધીનો રહેશે. તેમજ ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા.05/04/2025 થી 07/04/2025 સુધીનો રહેશે. અરજદારોએ સૌ પ્રથમ WWW.PARIVAHAN.GOV.IN વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવવાનો રહેશે અને ત્યારબાદ આ વેબસાઇટ પર લોગ ઈન કરી વાહન ખરીદીના દિવસ-7ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે.