ડમ્પર ચાલકે લાકડાના ધોકા વડે હુમલો કર્યો : જેતપુર સીટી પોલીસમાં ગુનો
Jetpur,તા.07
જેતપુરમાં વાહન આડું નાખવા બાબતે ઠપકો આપનાર અમરેલીના ડ્રાયવર પર ડમ્પર ચાલકે લાકડાના ધોકા વડે હુમલો કરી માથું ફોડી નાખ્યાનો બનાવ સામે આવ્યો છે. જે મામલામસ જેતપુર સીટી પોલીસમાં ડમ્પર ચાલક પ્રતાપ મેર વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
અમરેલી જિલ્લાના વડીયા તાકૂકાના બરવાળામાં રહેતા મહેશભાઈ કાબાભાઈ વાળા (ઉ.વ.૩૦)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કેજેતપુરના ખીરસરા રોડ પર સામેથી એક પીળા કલરનું ડમ્પર ધસી આવ્યું હતું. ચાલકે પૂરપાટ ઝડપે મારી તરફ ડમ્પર આવવા દેતા મેં મારૂ વાહન રોડની સાઈડમાં ઉતારી લીધું હતું. બાદમાં ડમ્પરના ચાલકને વાહન સાઈડમાં લેવા ઈશારો કરતા ચાલકે ગાળો ભાંડી નાસી ગયો હતો.
બાદમાં મેં મારૂ વાહન સાઈડમાં રાખી એક મોટરસાયકલમાં બેસી જેતપુર સારણના પુલ પાસે તે ડમ્પરની આગળ પહોંચીને તેને ઉભો રાખેલ હતો અને ચાલકને કહેલ કે હું પણ તારી જેમ ગાડી આડી નાખીશ તો… જે બાદ ડમ્પરનો ચાલક નીચે ઉતરી બોલાચાલી કરી લાકડાના ધોકા વડે માર માર્યો હતો. જેના લીધે મને માથામાંથી લોહી નીકળી ગયું હતું. જેના લીધે લોકોના ટોળાં એકત્રિત થઇ જતાં ડમ્પર ચાલક નાસી ગયો હતો. જયારે ફરિયાદી અજાણ્યા એક્ટિવા ચાલક સાથે હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ થયાં હતા. બાદમાં તપાસ કરાવતા ડમ્પરના ચાલકનું નામ પ્રતાપભાઈ મેર અને ડમ્પર નંબર જીજે-13-ડબ્લ્યુ-0144 હોવાનું જાણવા મળતા જેતપુર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.