વૉશિગ્ટન, તા.૩૧
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ BRICS દેશોથી ભારે નારાજ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી એવા અહેવાલ હતા કે બ્રિક્સ દેશો પોતાની કરન્સી લાવશે. પણ હવે ટ્રમ્પે આ મામલે બ્રિક્સ દેશોને ખુલ્લી ધમકી આપી દીધી છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ઈચ્છે છે કે બ્રિક્સ દેશો સમજી લે કે તે અમેરિકન ડૉલરનું સ્થાન નહીં લઈ શકે. જો એવું થશે તો બ્રિક્સ દેશો ૧૦૦% ટેરિફ ચૂકવવા તૈયારી કરી લે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્્રુથ પર કહ્યું કે બ્રિક્સ દેશો અમેરિકન ડૉલરના વર્ચસ્વને પડકારવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અમે તમાશો જોઇ રહ્યા છીએ પણ હવે આવું નહીં ચાલે. હું તમાશો નથી જોવાનો.ટ્રમ્પે કહ્યું કે આ હોસ્ટાઈલ દેશો અમેરિકન ડૉલરના વર્ચસ્વને પડકારવાનો પ્રયાસ ન કરે અને ન તો બ્રિક્સ દેશોની કોઈ કરન્સી લાવે અથવા તેને સપોર્ટ કરે. જો કોઈએ આવું કર્યું તો બ્રિક્સ દેશો પર ૧૦૦% ટેરિફ લગાવાશે. ટ્રમ્પે કહ્યું કે જો મારી વાત ન માની તો અમેરિકન બજારના દરવાજા આવા દેશો માટે કાયમ માટે બંધ કરી દઈશ. તેમણે કોઈ અન્ય બજારો શોધવા પડશે. ટ્રમ્પે કહ્યું કે તેની કોઈ સંભાવના જ નથી કે બ્રિક્સ દેશ ઈન્ટરનેશનલ બજારમાં અમેરિકન ડૉલરનું સ્થાન કોઈ અન્ય કરન્સીને આપે.
Trending
- વડાપ્રધાન Narendra Modi એ લોન્ચ કર્યું વિક્રમ-૧ રોકેટ
- Bihar માં પ્રચંડ જીત બાદ હવે બંગાળનો વારો! ભાજપનો નવો નારો જહાં કમ વહાં હમ
- દિવ્યાંગો માટે વિશેષ શો કરે Samay Raina : સુપ્રીમ કોર્ટનો આદેશ
- OTT પ્લેટફોર્મ ઉપર વાંધાજનક કન્ટેન્ટને લઈને સુનાવણી હાથ ધરાઈ
- જીવાત્મા વિષયોનું સેવન કેવી રીતે કરે છે..?
- વૃક્ષનું જતન પ્રકૃતિનું રક્ષણ, જીવનનો આધાર
- ભારતીય કાયદાઓમાં વિરોધાભાસી જોગવાઈઓની જટિલતા-આંતરરાષ્ટ્રીય વિશ્લેષણ
- Sheikh Hasina ને બાંગ્લાદેશની કોર્ટ તરફથી ફટકો, ભ્રષ્ટાચારના ત્રણ કેસમાં ૨૧ વર્ષની જેલની સજા ફટકારી

