Washington,તા.13
એક બાદ એક દેશો પર પોતાનો એજન્ડા લાદી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે 30 દિવસના યુદ્ધ વિરામ માટે યુક્રેનને સંમત કર્યા બાદ પણ રશિયાએ યુદ્ધ વિરામ તેના સમયે અને શરતો એ થશે તેવી જાહેરાત કરતા જ ટ્રમ્પે હવે રશિયા સામે વધુ આર્થિક પ્રતિબંધ લાદવા ધમકી આપી છે.
ટ્રમ્પે જણાવ્યું કે, યુક્રેન તરફથી તેને યુદ્ધ વિરામ માટે હકારાત્મક સંદેશ મળ્યા છે. હું રશિયાના પ્રતિભાવની રાહમાં છું. હવે રશિયા અને અમેરિકા સાથે મળીને યુદ્ધ વિરામની સ્થિતિ બનાવશે.
તેઓએ કહ્યું કે, અમારા પ્રતિનિધિ રશિયા જઈ રહ્યા છીએ અને આશા છે કે હકારાત્મક પ્રતિભાવ મળશે. જો કે રશિયાએ જાણ કર્યુ છે કે, તેને આ યુદ્ધ વિરામ સંબંધી કોઈ માહિતી અમેરિકા તરફથી મળી નથી અને જે કઈ સમજુતી થાય તેમાં રશિયન દળોની આગેકૂચ પણ અમારી ચિંતાનો પડઘો પાડનારી હોવી જરૂરી છે.
બીજી તરફ ટ્રમ્પે કહ્યું કે, રશિયા યુદ્ધ વિરામનો અર્થ સમજશે પણ તેના જવાબની ઘણી અપક્ષા રખાય છે. તેઓએ કહ્યું કે જો રશિયા માને નહી તો હું આર્થિક પ્રતિબંધ લાદી શકુ છુ જે સૌથી મજબૂત પગલુ હશે. હજુ મે તેની પુરી માહિતી તૈયાર કરી નથી પણ ચોકકસપણે આ પ્રકારના પ્રતિબંધો યુક્રેનને મજબૂત બનાવશે.