શું વધુ પડતુ તેલ – ઘી ખાવાથી ભૂલી જવાની બિમારી થાય છે ?

Share:

નિષ્ણાતો લાંબા સમયથી કહી રહ્યાં છે કે વધુ ચરબીયુક્ત ખોરાક લેવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ તે મગજ માટે હાનિકારક પણ સાબિત થઇ શકે છે. તાજેતરમાં થયેલાં એક રિસર્ચના પરિણામો કહે છે કે હાઈ ફેટ ડાયટ મગજની યાદ રાખવાની ક્ષમતાને ઓછી કરી શકે છે.

ઓહાયોની કોલેજ ઓફ મેડિસિનના એસોસિએટ પ્રોફેસર બેરિએન્ટોસે જણાવ્યું હતું કે, ‘અત્યાર સુધી, અમે જાણતાં હતાં કે ઉચ્ચ ચરબીવાળા આહાર અને મેદસ્વીપણા વચ્ચે મજબૂત કડી છે.’ પરંતુ અમે મગજ પર ચરબીયુક્ત ખોરાકની અસર પર સંશોધન કર્યું. જો કે આ અભ્યાસ ઉંદરો પર કરવામાં આવ્યો છે, પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે અભ્યાસમાં મળેલાં પરિણામો મનુષ્યને પણ લાગું પડે છે.

સંશોધકોના જણાવ્યાં અનુસાર ત્રણ દિવસનાં હાઈ ફેટ ડાયટથી મેટાબોલિકની કોઈ સમસ્યા નડી નહોતી, પરંતુ તેની અસર મગજ પર પડી હતી. પ્રોસેસ્ડ અને હાઈ ફેટ ડાયટ પર મોટા ભાગનાં રિસર્ચમાં સ્થૂળતા આવે છે, પરંતુ આ એક નવો અભ્યાસ છે જેમાં ચીકણાં ખોરાકની અસર યાદશક્તિ પર જોવા મળી છે. આ અભ્યાસ ઇમ્યુનિટી એન્ડ એજિંગ જર્નલમાં પ્રકાશિત થયો હતો. આ પહેલાં વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને વિશ્વમાં મોટાભાગનાં મોત પાછળ હૃદય સંબંધિત બીમારીને કારણભૂત ગણાવી છે

સંશોધકોના મતે હાઈ ફેટ ડાયટ દરેક માટે હાનિકારક હોય છે, પરંતુ ઉંમરલાયક થયાં બાદ તે શરીરનાં બાકીનાં ભાગ કરતાં મગજ પર વધુ અસર કરે છે. આ અભ્યાસમાં સંશોધકોએ યુવાન અને મોટી ઉંમરનાં ઉંદરોને એક સરખો જ હાઈ ફેટ ડાયટ આપ્યો હતો. ત્રણ દિવસ બાદ આ ટેસ્ટમાં સામે આવ્યું કે શરીરનાં અન્ય ભાગોની સરખામણીમાં મગજ પર ઝડપથી અસર થઇ છે. ત્રણ જ દિવસમાં વૃદ્ધ ઉંમરના મગજ પર તેની અસર જોવા મળી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *