Ahmedabad,
જેલમાં જઈને આવેલા ગુજરાતના એક આઈપીએસ અધિકારીએ એસજી હાઈવે પર હત્યાના ગુનામાં પકડાયેલા આરોપી સાથે મળીને કોફી બારના બહાને હુક્કાબાર શરૂ કર્યો છે. આ કહેવાતા કોફી બારમાં ઘણાં આડાઅવળા ધંધા ચાલે છે, પરંતુ આઈપીએસ અધિકારીની ભાગીદારીના કારણે સ્થાનિક પોલીસ આ હુક્કાબાર બંધ કરાવતાં ડરે છે તેથી અધિકારી અને હત્યાનો આરોપી ભેગા મળીને મોટા પ્રમાણમાં નોટો છાપી રહ્યા છે.
ગુજરાતમાં નિકોટીનયુક્ત હુક્કાબાર પર પ્રતિબંધ છે, તેથી સીધી રીતે હુક્કાબાર ના શરૂ કરી શકાય એટલે આઈપીએસ અધિકારી હુક્કાબાર ચલાવવા નવો પેંતરો કરીને યુવા ધનને બરબાદ કરી રહ્યા છે. કોફી બારની આડમાં આ હુક્કાબાર 24 કલાક ધમધમતો હોવાનું જાણવા મળ્યું છે. કોફીબારની આડમાં હુક્કાબાર શરૂ કરનારા આઈપીએસ અધિકારી પહેલાં પણ પોતાનાં કાળા કરતૂતોના કારણે જેલના સળિયા પાછળ ગયા હતા. આ અધિકારી અગાઉ પણ તેમના કાળા કરતૂતોના કારણે હેરાન થયા હતા, તેમછતાં સુધર્યા નથી. તેમણે થોડા સમય પહેલા જેલમાં પોતાનું સામ્રાજ્ય જમાવનાર એક ટપોરી સાથે ભાગીદારી કરીને ફરીથી નવો ગેરકાયદે ધંધો શરૂ કરી દીધો છે.
થોડા સમય પહેલાં ગુજરાતમાં ખળભળાટ મચાવી દેનારા તથ્ય પટેલ હિટ એન્ડ રન કેસમાં પણ યુવક યુવતીઓ હુક્કાના કશ લીધા પછી મદહોશ હતા. તથ્ય પટેલે બેફામ કાર ચલાવીને 10 લોકોના મોત નિપજાવ્યાં હતાં. એ છતાં શહેરમાં બે રોકટોક હુક્કાબાર ચાલે છે. આ હુક્કાબારમાં રાત પડે એટલે દિવસ જેવો માહોલ સર્જાય છે. બહારથી અમદાવાદ ભણવા કે નોકરી કરવા આવતી યુવતીઓની આ હુક્કાબાર પર ભીડ જામે છે. તેમને કંપની આપવા માટે માલેતુજારોના નબિરા હાજર જ હોય છે. તેમની કંપનીમાંછોકરીએ હુક્કાના કશ લગાવીને કશ લગાવીને મદહોશ થઈ જાય પછી તેમની સાથે અઘટિત ઘટનાઓ પણ બને છે.
અમદાવાદમાં પોલીસે થોડા દિવસો પહેલાં જ દરોડા પાડીને પાંચથી સાત હુક્કાબાર બંધ કરાવી દીધા હતા. માત્ર ત્રણથી ચાર દિવસમાં જ ફરીથી આ ગેરકાયદે હુક્કાબાર ચાલુ થઈ ગયા છે. પોલીસ સૂત્રો તરફથી મળથી માહિતી પ્રમાણે હુક્કાબારમાં પકડાયેલા આરોપીઓ કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને છુટી જાય છે, હુક્કાબાર ચલાવવા એ જામીન લાયક ગુનો હોવાથી જાણ હોવાથી તેમને પોલીસનો ડર રહેતો નથી. ગમે તેટલી વાર પકડાય પણ બહાર આવી જ જાય છે. બીજી તરફ પોલીસ પણ હપ્તા શરૂ કરાવવા જ રેડ કરે છે. શહેરના મોટાભાગના હુક્કાબારમાં પોલીસના તોડ પાણી પાણીના ધંધા ચાલી રહ્યા છે. શહેરની મોટાભાગની પોલીસ રાત દિવસ હુક્કાબાર ઉપર હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.