Mundra,તા.10
મુન્દ્રા શહેર અને આસપાસના ગામમાં પોર્ટ સહિતનાં અનેક નાના-મોટા ઉદ્યોગો કાર્યરત છે, જેમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો ધંધો-રોજગાર મેળવી રહ્યા છે, તે લોકોની સુગમતાને ધ્યાને લઈ મુન્દ્રાથી પેસેન્જર ટ્રેન શરૂ કરવાની માગ ઉઠવા પામી છે.
મુન્દ્રામાં ખાનગી અદાણી બંદરે ઉતરતા માલ-સામાનનું પરિવહન ગુડઝ ટ્રેન મારફતે થઈ રહ્યું છે. બંદર અને તેની આસપાસમાં બીજા અન્ય નાના-મોટા ઉદ્યોગો ધમધમી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં કચ્છ બહારના અને અન્ય રાજ્યનાં શ્રમજીવીઓ તથા અન્ય લોકો ધંધો-રોજગાર મેળવી રહ્યા છે. જે લોકોને પોતાના રાજ્યયમાં જવા માટે મુન્દ્રાથી કોઈ ટ્રેન સેવા ન હોવાથી ગાંધીધામ આવવાની ફરજ પડી રહી છે.
તે લોકોની સુગમતા ખાતર જો મુન્દ્રાથી ગાંધીધામ તેમજ દેશના અન્ય રાજ્ય સુધી પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવે તો તેઓને આર્થિક ફાયદો થવાની સાથે સમયનો પણ ઘણો બચાવ થાય. આ ઉપરાંત અંજાર રેલવે સ્ટેશનને અપગ્રેડ કરીને જંક્શન બનાવવાની રજૂઆત પણ સમયાંતરે કરવામાં આવી રહી છે