Delhi Exit Polls:દિલ્હીની સત્તામાં ૨૭ વર્ષ બાદ ભાજપની વાપસી થવાના એંધાણ

Share:

ભાજપને ૫૧થી ૬૦ સીટ મળવાનું અનુમાન છે : આમ આદમી પાર્ટીને ૧૦ થી ૧૯ સીટો મળવાની શક્યતા

New Delhi, તા.૫

દિલ્હી વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ માટે મતદાન પૂર્ણ થયું છે. બુધવારે (૫ ફેબ્રુઆરી ૨૦૨૫)ના રોજ દિલ્હીની તમામ ૭૦ સીટો પર મતદાન થયું. તમામ એક્ઝિટ પોલ આ વખતે ભારતીય જનતા પાર્ટીની જીતની ભવિષ્યવાણી કરી રહ્યા છે. અહીં અમે આપને જણાવીશું કે તમામ એક્ઝિટ પોલમાં ભાજપ માટે શું અનુમાન લગાવ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ના અંતિમ પરિણામ શું હશે, એ તો ૮ ફેબ્રુઆરીના રોજ જ જાણવા મળશે. Delhi Exit Polls ના અનુમાન અનુસાર, જો પરિણામ પણ એવા જ આવે તો, ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે, તેને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે.

People Pulse Exit Poll :દિલ્હી ચૂંટણીમાં ભાજપને ૫૧થી ૬૦ સીટ મળવાનું અનુમાન છે. આમ આદમી પાર્ટીને ૧૦ થી ૧૯ સીટો મળવાની વાત કહી છે. કોંગ્રેસને એક પણ સીટ મળતી દેખાતી નથી.

Chanakya Exit Poll :: દિલ્હી ચૂંટણીમાં ભાજપને ૩૯થી ૪૯ સીટો મળવાનું અનુમાન લગાવ્યું છે. આમ આદમી પાર્ટીને ૨૫થી ૨૮ સીટો મળવાનું અનુમાન છે. કોંગ્રેસને ૨-૩ સીટો મળવાની ભવિષ્યવાણી કરી છે.

Matrize: દિલ્હીમાં ભાજપને ૩૫-૪૦ સીટો, આમ આદમી પાર્ટીને ૩૨-૩૭ સીટો, કોંગ્રેસને ૦-૧ સીટ અને અપક્ષ ઉમેદવારોને ૦ સીટો મળવાનું અનુમાન છે. જેમાં ભાજપને ૪૬ ટકા, આમ આદમી પાર્ટીને ૪૪ ટકા, કોંગ્રેસને ૦૮ ટકા અને અપક્ષને ૦૨ ટકા વોટ મળવાનું અનુમાન છે.

JVC Exit Poll: ભાજપને ૩૯થી ૪૫ સીટો મળવાનું અનુમાન છે, કોંગ્રેસને ૦થી ૨ સીટ મળવાનું અનુમાન છે. આપને ૨૨થી ૩૧ સીટો મળવાનું અનુમાન છે.

P Marq Exit Poll: ભાજપને ૩૯થી ૪૯ સીટો મળવાનું અનુમાન છે. આમ આદમી પાર્ટીને ૨૧થી ૩૧ સીટો મળવાનું અનુમાન છે. કોંગ્રેસને ૦-૧ સીટો મળવાનું અનુમાન છે.

People’s Insight: ભાજપને ૪૦-૪૪ સીટો, આમ આદમી પાર્ટીને ૨૫-૨૯ સીટો અને કોંગ્રેસને ૦-૧ સીટ મળવાનું અનુમાન છે.

WeePreside : આમ આદમી પાર્ટીને ૪૬-૫૨ સીટો અને ભાજપને ૧૮-૨૩ સીટનું અનુમાન લગાવ્યું છે.Mind Brink Exit Polls: આમ આદમી પાર્ટીને ૪૪-૪૯ સીટો મળવાનું અનુમાન, ભાજપને ૨૧-૨૫ સીટો મળવાનું અનુમાન છે.

છેલ્લા ૨૭ વર્ષથી દિલ્હીની સત્તાથી દૂર રહેલી ભાજપ આ વખતે મજબૂતી સાથે વાપસીની તૈયારીમાં લાગેલી છે. પાર્ટીના આંતરિક સર્વે અનુસાર, ભાજપને ૪૨ સીટો પર જીતની આશા છે. જે બહુમત માટે જરુરી ૩૬ સીટોથી પણ વધારે છે. ૨૦૨૫ની ચૂંટણીમાં આપને કેટલાય પડકારોનો સામનો કરવો પડ્યો છે. હાલમાં જ આપના ૮ ધારાસભ્યો ભાજપમાં સામેલ થવાથી પાર્ટીની સ્થિતિ નબળી થઈ ગઈ. ભ્રષ્ટાચારના આરોપોએ પણ તેમની છબીને નુકસાન પહોંચાડ્યું છે.

દિલ્હીની ૭૦ વિધાનસભા સીટોમાંથી અમુક સીટો ચૂંટણી પરિણામોમાં આમતેમ થઈ શકે છે. વિકાસપુરી સીટ પર ૪.૪૬ લાખ મતદારો છે, જે તેને સૌથી વધારે મતદારોવાળી સીટ બનાવે છે. આ સીટ આપનો ગઢ માનવામાં આવે છે. પણ આ વખતે ભાજપે અહીંથી ડો. પંકજ કુમાર સિંહને મેદાનમાં ઉતાર્યા છે, જે આપના મહેન્દ્ર યાદવને પડકાર આપી રહ્યા છે.

અનામત સીટો પણ સત્તાની ચાવી માનવામાં આવે છે. છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં આપે તમામ ૧૨ અનામત સીટો પર જીત મેળવી હતી. જો કે આ વખતે દલિત વોટર્સનું મન કઈ તરફ હશે, તે જોવાનું રસપ્રદ રહેશે. મહિલા મતદારોનું વલણ પરિણામમાં મહત્વની ભૂમિકા નિભાવશે. આપ અને ભાજપ, બંનેએ મહિલા મતદારોને લલચાવવા માટે કેટલીય યોજનાની જાહેરાત કરી છે. છેલ્લા ત્રણ દાયકાના ચૂંટણી ઈતિહાસ પર નજર નાખીએ તો દિલ્હીના રાજકારણમાં કેટલાય ઉતાર ચડવા આવ્યા છે. ૧૯૯૩માં થયેલી પહેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૪૯ સીટો સાથે સત્તામાં આવી હતી. ત્યાર બાદ ૧૯૯૮થી ૨૦૧૩ સુધી કોંગ્રેસના શીલા દીક્ષિતે રાજ કર્યું. ૨૦૧૩માં આમ આદમી પાર્ટીએ રાજકારણમાં એન્ટ્રી કરી ખળભળાટ મચાવી દીધો. આપે ત્યારે ૨૮ સીટો જીતીને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી, જો કે આ ગઠબંધન લાંબો સમય ચાલ્યું નહીં. ૨૦૧૫ અને ૨૦૨૦માં આપ ક્રમશઃ ૬૭ અને ૬૨ સીટો જીતવામાં સફળ રહી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *