New Delhi,તા.15
પાટનગર દિલ્હીમાં ભવ્ય વિજય બાદ હવે રાજયમાં સરકાર રચવાની પ્રક્રિયા હવે આવતીકાલથી ઝડપી બનશે અને તા.18 અથવા તા.19ના રોજ નવા મુખ્યમંત્રી શપથ લે તેવા સંકેત છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમના ફ્રાન્સ-અમેરિકાનો પ્રવાસ પુરો કરીને દિલ્હી પરત આવી ગયા છે અને આજેજ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે.પી.નડ્ડાએ આજે પક્ષના મહામંત્રીઓની બેઠક બોલાવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય સહિતની સંગઠન નવરચના પણ હવે ઝડપથી આગળ વધશે તથા રાજયોમાં પણ હવે ઝડપથી સંગઠનમાં નેતૃત્વ પરિવર્તન કરશે.
પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ આવતીકાલે પક્ષના નવા ચુંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવવા તૈયારી છે અને એક વખત મુખ્યમંત્રીનું નામ નિશ્ચિત થતા જ તા.18 અથવા તા.19ના દિલ્હીના રામલીલા મેદાનમાં મુખ્યમંત્રીની શપથવિધિ યોજાશે.
કેજરીવાલે પણ તેમની સરકારની પ્રથમ શપથવિધિ રામલીલા મેદાનમાં યોજી હતી. મુખ્યમંત્રીપદની રેસમાં અરવિંદ કેજરીવાલને પરાજીત કરનાર પરવેશ વર્માનું નામ સૌથી આગળ છે.
તે સિવાય મહિલામાં પણ કોઈના નામ પર ભાજપ પસંદગી કરી શકે છે અથવા મહિલાને નાયબ મુખ્યમંત્રી બનાવાશે. જેમાં રેખા ગુપ્તાનું નામ આગળ છે તો ગ્રેટર કૈલાના શિખારામ પણ સ્પર્ધામાં છે.