વિધાનસભા વિપક્ષના પૂર્વ નેતા સુખરામ રાઠવા કોટ સમક્ષ હાજર
સહારા ની જમીનમાં હેતુફેર કરવા માટે ભલામણ કરી ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરાતા કોંગીના ધારાસભ્યો સહિત ચાર સામે માનહાની દાવો કર્યો હતો
Rajkot,તા.11
રાજકોટના પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ સામે સહારાની જમીનમાં હેતુફેર ક૨વા માટે ભલામણ કરવા ભ્રષ્ટાચાર આચર્યો હોવાના મીડિયા અને અખબારી નિવેદનો દ્વારા આક્ષેપો કરનાર કોંગ્રેસના (૧) ગાંધીનગર વિધાનસભા વિરોધ પક્ષના કાર્યાલયના અંગત મદદનીશ (૨) સુખરામભાઈ રાઠવા, (૩) શૈલેષભાઈ ૫૨મા૨, (૪) સી.જે.ચાવડા સામેના બદનક્ષી કેસમાં અદાલતમાં પ્લી નોંધવા હાજર ન રહેતા કોર્ટે આરોપીઓ સામે તારીખ 13 માર્ચે હાજર થવા જામીનપાત્ર વોરંટ કાઢ્યું છે, જેમાં કોંગી આગેવાન સુખરામ રાઠવા આજે કોર્ટ ખાતે હાજર રહી જામીનપાત્ર વોરંટ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગેની હકીકત મુજબ, અલગ અલગ અખબારી મીડિયાના અહેવાલોમાં વિરોધ પક્ષના નેતાના કાર્યાલયમાંથી આરોપી વિરોધપક્ષના નેતા કોંગ્રેસના આગેવાન સુખરામભાઈ રાઠવા, વિધાનસભામાં કોગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષભાઈ પરમાર, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક સી.જે.ચાવડા તેમજ વિરોધપક્ષના નેતાના અંગત મદદનીશ દ્વારા પ્રેસનોટ પ્રસારીત કરી સહારા કપંનીની જમીનમાં ઝોન ફેર કરીને રૂપીયા ૫૦૦ કરોડથી વધુ રકમનું કૌભાંડ આચર્યા હોવાના આક્ષેપો ફરીયાદી નીતીનભાઈ વિરૂધ્ધ કરેલ હતા. જેના અનુસંધાને ફરીયાદી નીતીનભાઈએ ઉપરોકત તમામ વ્યકિતઓને લીગલ નોટીસ મોકલી ખોટા આક્ષેપો કરવા બદલ અને જુઠાણું ફેલાવવા બદલ માફી માંગવા જણાવેલ હતું. જે લીગલ નોટીસનો કોઈ જવાબ ન આવતા ચારેય કોંગ્રેસના આગેવાનો વિરૂધ્ધ ફરીયાદી નીતીનભાઈએ રાજકોટની કોર્ટમાં બદનક્ષી અંગેની ફોજદારી ફરીયાદ દાખલ કરી હતી.
ફરિયાદી નીતીનભાઈએ એડવોકેટ અંશ ભારદ્વાજ મારફત પોતાની કોર્ટ રૂબરૂની ઉપરોકત હકિકતોવાળી ફરીયાદ દાખલ કરતા નીચેની કોર્ટે ફરીયાદી નીતીનભાઈ અને બે સાહેદોને તપાસેલ હતા. તમામ કાર્યવાહીના અંતમાં નીચેની કોર્ટે ફરીયાદ પરત કરેલ હતી. જે હુકમ વિરૂધ્ધ ફરીયાદી દ્વારા સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી, જે રિવિઝન અરજીમાં સેશન્સ કોર્ટે નીચેની કોર્ટનો હુકમ સેટે-સાઈડ કરી ફોજદારી ઈન્કવાયરી કાયદા મુજબ ચલાવવાનો હુકમ કરેલ હતો. જેમાં કોર્ટે તમામ આરોપીઓ વિરૂધ્ધ પ્રોસેસ ઈસ્યુ કરી તેઓને કોર્ટમાં હાજર થવા હુકમ ફરમાવેલ હતો. પરંતુ તે બાદ ઘણી મુદ્દતો વીતી જતા હાલના આરોપીઓ કોર્ટમાં હાજર થયેલ ન હતા. આથી ફરીયાદપક્ષ દ્વારા તમામ આરોપીઓ વિરૂધ્ધ વોરંટ ઈસ્યુ કરવાની અરજી આપતા કોર્ટે ફરીયાદપક્ષની અરજી મંજુર કરી તમામ આરોપીઓ સામે તા. ૧૩મી માર્ચે રાજકોટ કોર્ટમાં હાજર થવા જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરાયું હતું, જેમાં કોંગી આગેવાન સુખરામ રાઠવા આજે કોર્ટ ખાતે હાજર રહી જામીનપાત્ર વોરંટ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ કામમાં ફરિયાદી નીતીનભાઈ ભારદ્વાજ તરફે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સના એડવોકેટ અંશ ભારદ્વાજ, ધી૨જ પીપળીયા, ગૌતમ ૫૨મા૨, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, શ્રેયશ શુકલ, કૃણાલ દવે, ચેતન પુરોહીત વિગેરે રોકાયા છે.