Uttar Pradesh, તા.18
ઉત્તર પ્રદેશની 10 વિધાનસભા બેઠકો પર થનારી પેટાચૂંટણીમાં સપા અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બંને પાર્ટીઓ વચ્ચે આ અંગે વાતચીત પણ થઈ ગઈ છે. આ સંસદ સત્ર દરમિયાન બંને પાર્ટીઓના પ્રમુખ નેતા તેના પર અંતિમ મહોર પણમ લગાવી દેશે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કોંગ્રેસ સપા સાથે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પણ ગઠબંધન કરી શકે છે. આ ગઠબંધન હેઠળ સપા માટે બંને રાજ્યોમાં કેટલીક બેઠકો છોડી દેવામાં આવશે. આટલું જ નહીં સપા અને કોંગ્રેસ વચ્ચે યુપી વિધાનસભા પેટા-ચૂંટણી માટે પણ વાતચીત શરૂ થઈ ગઈ છે. જોકે, પેટા-ચૂંટણીમાં કોંગ્રેસ અને સપા કેટલી કેટલી-કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તે વાતચીત બાદ જ નક્કી થશે.
યુપીમાં જે 10 બેઠકો પર પેટા-ચૂંટણી થવાની છે તેમાં 9 બેઠકો ધારાસભ્યો લોકસભા ચૂંટણી જીત્યા હોવાથી ખાલી થઈ છે. તેમાંથી 5 બેઠકો પર સપા, ત્રણ પર ભાજપ અને એક-એક પર ભાજપની સહયોગી આરએલડી અને નિષાદ પાર્ટીનો કબજો હતો.
યુપીની 10 બેઠકો પર પેટાચૂંટણી
યુપીની કરહાલ, મિલ્કીપુર, કટેહરી, કુંડરકી, ગાઝિયાબાદ, ખેર મીરાપુર, ફુલપુર, મઝવા અને સિસામઉ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. જેમાં 9 ધારાસભ્યો સાંસદ બન્યા છે અને સમાજવાદી પાર્ટીના એક ધારાસભ્ય ઈરફાન સોલંકીએ પોતાનું સભ્યપદ ગુમાવ્યું છે. જેના કારણે કાનપુરની સિસામઉ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે.
ભાજપનું વધી શકે છે ટેન્શન
લોકસભા ચૂંટણી 2024માં યુપીમાં સપા-કોંગ્રેસે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપની પાર્ટી 2014 અને 2019ના પ્રદર્શનનું પુનરાવર્તન નથી કરી શકી અને NDAને માત્ર 36 બેઠકો પર જીત મળી છે. બીજી તરફ I.N.D.I.A.ગઠબંધને રાજ્યમાં 80 માંથી 43 બેઠકો પર જીત હાંસલ કરી છે. આવી સ્થિતિમાં જો યુપી પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસ અને સપા સાથે મળીને ચૂંટણી લડશે તો તેનાથી ભાજપનું ટેન્શન વધી શકે છે.