ખજૂરમાં ફાઇબર, આયર્ન, કેલ્શિયમ, વિટામિન્સ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં રહેલું

Share:

ખજૂર દરેક ઉંમરના લોકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમે દિવસના કોઈપણ સમયે ખાઈ શકો છો. ખજૂર પોષક તત્વોથી ભરપૂર હોય છે. ખજૂરમાં કેલરીનું પ્રમાણ કેટલાક તાજા ફળો કરતાં ઘણું વધુ હોય છે. ખજૂરમાં ફાઇબરની સાથે સાથે ખનિજો અને વિટામિન્સ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તમારે દરરોજ 2 ખજૂરનું સેવન કરવું જોઈએ. ચાલો તેના વિવિધ ફાયદા

ખજૂરમાં ફાઇબર, આયર્ન, કેલ્શિયમ, વિટામિન્સ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં રહેલું છે. શિયાળામાં ખજૂર ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. શરીરમાં ગરમી ઉપરાંત તે ઉર્જા પણ આપે છે.

હાડકાં મજબૂત બનાવો

વધતી ઉંમર સાથે હાડકાંને મજબૂત બનાવતા કોષોને નુકસાન થતું રહે છે. ખજૂર હાડકાંને મજબૂત બનાવવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ખજૂરમાં મેંગેનીઝ, કોપર અને મેગ્નેશિયમ જોવા મળે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે.

પાચન સુધારવામાં અસરકારક 

ખજૂરમાં ભરપુર માત્રામાં પ્રોટીનનો સ્ત્રોત રહેલો છે. તેના સેવનથી પાચનક્રિયા સારી થાય છે. આ ઉપરાંત એસિડિટીની સમસ્યા પણ દૂર થાય છે. દરરોજ સવારે ખાલી પેટ ખજૂર ખાવાથી એસિડિટીમાં રાહત મળે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડે છે

ખજૂર ખાવાથી કોલેસ્ટ્રોલનું લેવલ અને હાઈ બ્લડપ્રેશરનું સ્તર ઓછું થાય છે. આ સાથે ખજૂરમાં મેગ્નેશિયમનું પ્રમાણ પણ ખૂબ વધારે હોય છે. અને તેમાં બળતરા વિરોધી ગુણ જોવા મળે છે, જે સંધિવાથી પીડાતા લોકો માટે એક સારો વિકલ્પ છે.

સંધિવા માટે વરદાન

સંધિવાના દર્દીઓ માટે પણ ખજૂર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેને રોજ ખાવાથી સંધિવાનો દુખાવો ઓછો થઈ શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *