New Delhi, તા.18
દેશમાં સાઈબર છેતરપીંડીમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.જયારે લોકોને તેમાંથી બચાવવા માટે હવે બેંકોમાંથી કોલ તથા મેસેજ 6 આંકડાના નંબર પરથી જ આવશે. લોકોને છેતરપીંડીથી બચાવવા માટે રીઝર્વ બેંકો પોતપોતાનાં નંબરો પરથી ગ્રાહકોને કોલ કરે છે અથવા મેસેજ કરે છે.
નિષ્ણાતોના કહેવા પ્રમાણે બેંકોનાં જુદાજુદા નંબરોને કારણે સાઈબર માફીયાઓ ગેરલાભ લેવાની કોશીશ કરે છે અને ભ્રમની સ્થિતિ પેદા કરે છે તમામ બેંકોના નંબર છ આંકડાના જ રહેવાથી દુરૂપયોગ પર રોક લાગશે.
ગ્રાહકો બેંકોના વાસ્તવિક નંબરોને ઓળખી શકશે.રિઝર્વ બેન્કના દિશા નિર્દેશનાં આધારે તમામ બેન્કો અનુસરણ કરશે. રિઝર્વ બેન્કે તાજેતરમાં જ હોસ્પીટલ તથા શૈક્ષણીક સંસ્થાનો માટે યુપીઆઈ પર લેવડદેવડની મર્યાદા વધારીને પાંચ લાખની કરી છે. યુપીઆઈનાં વધતા ઉપયોગ વચ્ચે સાઈબર ક્રાઈમમાં વધારાને નિયંત્રીત કરવા માટે રીઝર્વ બેન્ક અનેકવિધ પગલા લઈ રહ્યું છે.
સાઈબર છેતરપીંડીનો ભોગ બનતા ગ્રાહકો માટે 1930 નંબરનો હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. સાઈબર છેતરપીંડીથી બચવા માટે લોકોને સાવચેત રહેવા રિઝર્વ બેન્ક જોર આપી જ રહી છે.બોગસ ઈમેલ-મેસેજ, કયુઆર કોડની ઠગાઈ, સોશ્યલ એન્જીનીયરીંગ થકી પુરસ્કાર વગેરે મારફત ઠગાઈ જેવા કિસ્સાઓને રોકવા માટે વિવિધ સલાહ આપી જ રહી છે.
ફોનનો સોફટવેર નિયમીત અપડેટ રાખવા, પિન-પાસવર્ડ અજાણ્યા લોકોને ન આપવા, પાસવર્ડ જટીલ રાખવા, મલ્ટી ફેકટર, ઓથેન્ટીકેશન રાખવા દરેક વખતે યુપીઆઈ એપનો ઉપયોગ ન કરવા વગેરે સુચનો કરવામાં આવ્યા છે.