Canada માં ચૂંટણી ઉમેદવાર પર સાયબર હુમલો, વિદેશી હસ્તક્ષેપની શંકા

Share:

Canada માં ચૂંટણી ઉમેદવાર પર સાયબર હુમલો, વિદેશી હસ્તક્ષેપની શંકા,તા.૮

વિદેશી હસ્તક્ષેપ પર નજર રાખતી કેનેડિયન સરકારી એજન્સીએ શુક્રવારે એક મોટો ખુલાસો કર્યો છે. એજન્સીએ અહેવાલ આપ્યો છે કે લિબરલ પાર્ટીના નેતૃત્વ ઉમેદવાર ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ સામે એક સંકલિત અને દુર્ભાવનાપૂર્ણ ઓનલાઈન હુમલો શરૂ કરવામાં આવ્યો છે.

રેપિડ રિસ્પોન્સ મિકેનિઝમ કેનેડા (આરઆરએમ  કેનેડા) એ જણાવ્યું હતું કે આ હુમલો ચીન સાથે જોડાયેલા વીચેટ એકાઉન્ટથી થયો હતો. રિપોર્ટ અનુસાર, આ પ્રચાર ઝુંબેશ વીચેટના સૌથી લોકપ્રિય સમાચાર એકાઉન્ટથી શરૂ થઈ હતી, જે ચીની સરકાર સાથે જોડાયેલી હોવાની શંકા છે. આ ઝુંબેશમાં ૩૦ થી વધુ વીચેટ ન્યૂઝ એકાઉન્ટ્‌સનો સમાવેશ થતો હતો, અને લાખો લોકોએ તેને જોયો હતો. ત્યારબાદ, ફ્રીલેન્ડની ચૂંટણી ટીમ અને ટોચના લિબરલ પાર્ટીના નેતાઓને હુમલાની જાણ કરવામાં આવી.

આ હુમલા પર પ્રતિક્રિયા આપતા, ફ્રીલેન્ડે સોશિયલ મીડિયા સાઇટ એકસ પર લખ્યુંઃ ’હું ચીનના વિદેશી હસ્તક્ષેપથી ડરતો નથી.’ વર્ષોથી હું સરમુખત્યારશાહી સરકારોનો સામનો કરી રહ્યો છું અને સ્વતંત્રતાના રક્ષણ માટે લડતો રહીશ. તમને જણાવી દઈએ કે, ફ્રીલેન્ડે ગયા વર્ષે અચાનક નાણામંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ પણ તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. હાલમાં, જસ્ટિન ટ્રૂડો ૯ માર્ચ, ૨૦૨૫ સુધી કેનેડાના વડા પ્રધાન રહેશે, જ્યાં સુધી લિબરલ પાર્ટી તેના નવા નેતાની પસંદગી ન કરે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *