Vadodara.તા.05
વડોદરામાં આવેલી વિશ્વામિત્રી નદીમાં આજે વહેલી સવારથી મગરની મતગણતરી શરૂ કરવામાં આવી છે. લગભગ 25 કિલોમીટર વિસ્તારમાં બે દિવસ સુધી ગણતરી ચાલશે.
રાજ્યના વન વિભાગ દ્વારા સ્થપાયેલા ગીર ફાઉન્ડેશન ના ઉપક્રમે કોર્પોરેશનના સહયોગથી મગરોની ગણતરી કરવામાં આવી રહી છે. આ ગણતરી વિશ્વામિત્રી પ્રોજેક્ટ તેમજ સ્વચ્છતા અભિયાન માટે ખૂબ જરૂરી છે.
મગરની ગણતરી માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા એનજીઓ ઉપરાંત યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓની પણ મદદ લેવામાં આવી છે. વેમાલી થી તલસાડ સુધી લગભગ 27 કિલોમીટર વિસ્તારમાં 25 થી વધુ ટીમો દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરીને સંખ્યા ગણવામાં આવશે.