New Delhi,તા.7
રોકડના વ્યવહારો ઘટીને ઓનલાઈન તરફ લોકોને પ્રોત્સાહન આપવા સરકાર શ્રેણીબદ્ધ પ્રયાસ કરી જ રહી છે અને તેના પરિણામે ઓનલાઈન નાણાંકીય વ્યવહારમાં મોટો વધારો છે. ત્યારે ક્રેડીટકાર્ડ ડીફોલ્ટમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે.ક્રેડીટ કાર્ડના એનપીએ પાંચ ગણા કરતા પણ વધુ વધારો થયો છે.
ડીજીટલ પેમેન્ટનાં ટ્રેન્ડમાં ક્રેડીટ કાર્ડનું ચલણ વધ્યુ જ છે અને તેને કારણે ક્રેડીટ કાર્ડનાં એનપીએમાં પાંચ ગણા કરતા પણ વધુ વધારો થયો છે. ડીજીટલ પેમેન્ટના ટ્રેન્ડમાં ક્રેડીટ કાર્ડનું ચલણ વધ્યુ જ છે. અને તેને કારણે ક્રેડીટ કાર્ડનાં એનપીએમાં મોટો વધારો છે.
રિઝર્વ બેન્કનાં રિપોર્ટ, મુજબ કુલ એનપીએ 28.42 ટકાના સ્તરે 6742 કરોડે પહોંચ્યુ છે. ડીસેમ્બર-2023 માં એનપીએ 5250 કરોડ હતું. તેમાં અંદાજીત 1500 કરોડનો વધારો થયો છે. ડીસેમ્બર 2024 ની સ્થિતિએ ક્રેડીટ કાર્ડ પેટે 2.92 લાખ કરોડની વસુલાત બાકી છે. જે આગલા વર્ષે 2.53 લાખ હતી.
ક્રેડીટ કાર્ડનુ એનપીએ 500 ટકાથી વધુ વધીને 1108 કરોડે થયુ હતું. બેંકો કુલ ગ્રોસ એનપીએ પાંચ લાખ કરોડથી ઘટાડીને 4.55 લાખ કરોડે લાવી શકી છે.તેવા સમયે ક્રેડીટ કાર્ડનું એનપીએ વધવાની બાબત ચિંતાજનક છે.
ક્રેડીટ કાર્ડ ધરાવતી વ્યકિત 90 દિવસ સુધીમાં ખર્ચ કરેલ નાણા ન ચુકવે તો એનપીએ ગણાય છે. ગ્રાહક દ્વારા બીલીંગ સાયકલમાં સમયસર ચુકવણુ ન થાય તો બેંકો બાકી વસુલાત પર વાર્ષિક 42 થી 46 ટકાનું વ્યાજ લગાડે છે. ગ્રાહકનો ક્રેડીટ સ્કોર પણ ઘસાય છે.
ગ્રાહકોને કાર્ડ પર વધુ ખર્ચ કરવા પર રિવોર્ડ, લોનઓફર તેમજ સવલત જેવા લાભ આપવામાં આવતા હોવાથી ગ્રાહકોમાં આકર્ષણ હોય છે. જોકે સમયસર ખર્ચ કરેલા નાણાંની ચુકવણી ન થાય તો તગડુ વ્યાજ ચુકવવાનો વખત આવે છે.
તેઓ દેશની જાળમાં સપડાઈ જવાના જોખમમાં મુકાય છે. ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ક્રેડીટ કાર્ડ મારફત ખર્ચ વધીને 18.31 લાખ કરોડે પહોંચ્યો છે. માર્ચ 2021 માં તે માત્ર 6.30 લાખ કરોડ હતો