America,તા.7
અમેરિકાની ખાનગી કંપનીનાં મૂન મિશનની ચંદ્રની સપાટી પર ક્રેશ લેન્ડીંગની આશંકા થઈ રહી છે. મિશનના લેન્ડરને ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતારવાનું હતું પરંતુ અંતિમ ઘડીએ લેન્ડરનું ક્રેશ લેન્ડીંગ થયુ છે.જોકે કંપનીએ હજુ સુધી ક્રેશ લેન્ડીંગની પુષ્ટિ નથી કરી.
હજુ સુધી એ બાબતને લઈને નિશ્ચિત નથી થયુ છે કે લેન્ડીંગ ખરૂ થયુ છે કે ખોટુ તેમણે જણાવ્યું હતું કે હાલ તો પરિસ્થિતિની વિગત મેળવી રહ્યા છે. મુન મિશન મોકલનાર કંપની ઈનશ્યુટીવ મશીને નિવેદનમાં જણાવ્યું છે કે હજુ સુધી એ નકકી નથી થયુ કે લેન્ડરે ખરૂ લેન્ડીંગ કર્યું છે કે વાંકુ વળી ગયુ છે.
ટેકસાસની આ ખાનગી કંપની નાસાના વ્યાવસાયિક ચંદ્રમાં મિશન અંતર્ગત કામ કરી રહી છે. હાલ મિશનના ક્ધટ્રોલર્સ લેન્ડરના કેટલાંક ઉપકરણો બંધ કરી દીધા છે. જેથી તેની ઉર્જા બચાવી શકાય. આ મિશનનો ઉદેશ ચંદ્ર પર પાણીની ખોજનો છે.ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા પણ કંપનીનું લેન્ડર ખરૂ લેન્ડીંગ નહોતું કરી શકયું.