Dubai,તા.25
ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ સ્વીકાર્યું કે, તેની ટ્રેડમાર્ક કવર ડ્રાઇવ તેને મુશ્કેલ સ્થિતિમાં મૂકે છે. આ શોટ છેલ્લાં કેટલાક સમયથી તેની નબળાઈ રહી છે. રવિવારે કોહલીએ પાકિસ્તાન સામે યાદગાર અણનમ સદી ફટકારતાં ભારતને શાનદાર જીત અપાવી હતી. તેની 111 બોલની યાદગાર ઇનિંગમાં ઘણાં બધાં કવર ડ્રાઈવ શોટ સામેલ હતાં, પરંતુ આ શોટને કારણે હાલનાં સમયમાં તેનું પ્રદર્શન ઘટ્યું હતું, તેમ છતાં તે હજુ પણ તે શોટ રમે છે કારણ કે તે તેનું એક મહત્વનું હથિયાર બની રહ્યું છે.
કોહલીએ જીત બાદ બીસીસીઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવેલાં વીડિયોમાં કહ્યું કે, આ કવર ડ્રાઈવ પણ કેટલાક વર્ષોમાં મારી નબળાઈ રહી છે પરંતુ મેં આ શોટ પર ઘણાં રન બનાવ્યાં છે.
મને લાગે છે કે મેં ફટકારેલી પ્રથમ બે બાઉન્ડ્રી કવર ડ્રાઇવ્સ પર હતી. તેથી મારે થોડું જોખમ લેવું પડ્યું અને મારાં શોટને આગળ વધારવો પડ્યો હતો.