મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ લિમિટેડ ડિમેટ અકાઉન્ટ હોલ્ડર પાસે લેણી રકમ વસૂલવા ચીફ સ્મોલકોઝ કોર્ટ સમક્ષ દાદ માંગી તી
Rajkot,તા.07
ડિમેટ એકાઉન્ટ ચાર્જીસ અને વ્યાજ સહિત વસૂલવાનો દાવો સ્મોલ કોઝ કોર્ટે નામંજુર કર્યા સામે ડિમેટ કંપનીની અપીલ પણ સેશન્સ કોર્ટે નામંજૂર કરી ટ્રાયલ કોર્ટનો હુકમ કાયમ રાખ્યો છે.આ કેસની હકીકત મુજબ, મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ લિમિટેડ જે તે સમયે ડિમેટ અકાઉન્ટ હોલ્ડર નરેશભાઈ વી. ખંધાર પાસેથી ડિમેટ અકાઉંટના ચાર્જિસ અને વ્યાજની રકમ વસૂલ મળવા અંગે રાજકોટ ચીફ સ્મોલકોઝ કોર્ટ સમક્ષ દાવો લાવેલ હતા. જે દાવાને સબસ્ટેન્શિયલ લો તેમજ લિમિટેશન એક્ટનો બાધ નડતો હોવા સબબ દાવો રદ્દ કરવાની અરજી પ્રતિવાદી તરફે તેઓના એડવોકેટસ દ્વારા કરવામાં આવેલ, જે અરજી અન્વયેના કાયદાના મેરિટસ તેમજ દલીલો કોર્ટે માન્ય રાખી વાદી મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ લિમિટેડનો લેણી રકમ વસૂલ મળવા અંગેનો દાવો ચીફ સ્મોલકોઝ કોર્ટ દ્વારા નામંજૂર કરવા હુકમ કરવામાં આવ્યો હતો. જે સામે મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ લિમિટેડ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી, જે અપીલ સામે રિસ્પોંડન્ટ નરેશ ખંધારના તરફે તેમના વકીલ દ્વારા કરેલ લેખિત તેમજ મોખિક દલીલો તેમજ વિવિધ કોર્ટ ના જજમેન્ટ રજુ રાખેલ તે દરેકને ધ્યાને લઇ મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ લિમિટેડની અપીલ સેશન્સ કોર્ટે રદ કરી અને સ્મોલકોઝ કોર્ટનો હુકમ કાયમ રાખ્યો છે. આ અપીલમાં સામાવાળા તરફે મિતુલ જે. ગારડી તેમજ શક્તિ કે. ગોહેલ, એડવોકેટસ રોકાયા હતા.