Ahmedabad,તા.૪
દેશમાં દર વર્ષે અલગ અલગ સોસાયટીઓ સોસાયટીની બહાર રસ્તા પર હોલિકાનું દહન કરે છે. ત્યારે અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કમિશ્નરે રસ્તાઓને નુકસાન થતું અટકાવવા રસ્તા પર હોલિકા દહનને લઈ મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ, દરેક વોર્ડ અને ઝોન દ્વારા સોસાયટીને ઈંટો અને રેતી પૂરી પાડવામાં આવશે. આ નિર્ણય રસ્તા પર ઇંટો અને રેતી નાખવાથી થતા નુકસાનને રોકવાના હેતુથી લેવામાં આવ્યો છે. કોર્પોરેશન દરેક સોસાયટીને મફતમાં ઈંટો અને રેતી પૂરી પાડશે. સોસાયટી દ્વારા કરવામાં આવેલી માગ મુજબ તેમને ઈંટો અને રેતી પૂરી પાડવામાં આવશે.
હોલિકા દહન પહેલા, લાકડા અને ગાયના છાણમાંથી બનેલી હોળીની પૂજા કરવામાં આવે છે. હોલિકા અને પ્રહલાદની મૂર્તિઓ ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે. પૂજા કરતા પહેલા સ્નાન કરો, પછી જ્યાં હોલિકાની પૂજા કરવામાં આવે છે ત્યાં ઉત્તર અથવા પૂર્વ તરફ મુખ કરીને બેસો. ત્યારબાદ હોલિકાને રોલી, ફૂલ, કાચો કપાસ, ગોળ, આખી હળદર, મૂંગ, પતાશા, ગુલાલ, નારિયેળ, પાંચ કે સાત પ્રકારના અનાજ અને જળ અર્પણ કરો. વિધિ પ્રમાણે પૂજા કર્યા પછી મીઠાઈ અને ફળ પણ ચઢાવો. આ પછી હોળીકાની સાત વાર પરિક્રમા કરો અને પછી હોલીકાનું દહન કરો.