‘છાવા’ અને મહાકુંભને લઈને Actress Swara Bhaskar ની ટિપ્પણીથી વિવાદ

Share:

Mumbai,તા.24
ફિલ્જ ‘છાવા’ અને મહાકુંભને લઈને પોસ્ટ પર અભિનેત્રી સ્વરા ભાસ્કર ફરી એક વધુ વખત વિવાદમાં આવી છે.ખુલાસો કરતાં સ્વરાએ જણાવ્યું હતું કે તે એક ગૌરવાન્વિત ભારતીય છે જે છત્રપતિ શિવાજીનાં વીરતાપૂર્ણ વારસાનું સન્માન કરે છે તેણે કેટલાંક દિવસ પહેલા ટિપ્પણી કરી હતી કે લોકો હાલમાં ભાગદોડમાં થયેલ મોતના બદલે હિન્દુઓ પર થયેલા અત્યાચારોની કાલ્પનીક ફિલ્મો દર્શાવવા પર વધુ ક્રોધિત થઈ રહ્યા છે.

સ્વરાએ છત્રપતિ સંભાજી મહારાજનાં જીવન પર આધારીત વિકી કૌશલ અભિનિત ફિલ્મ છાવા મહાકુંભ અને નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડની ઘટનાઓના સંદર્ભે આવ્યો હતો.

લખ્યુ હતું કે લોકોને ખરાબ વ્યવસ્થાનાં કારણે મચેલી ભાગદોડમાં થયેલ મોતના બદલે 500 વર્ષ પર હિન્દુઓ પર થયેલા અત્યાચારોને કાલ્પનિક ફિલ્મોનાં માધ્યમથી દેખાડવા પર ક્રોધ આવે છે. ત્યાં શબોને કથિત રીતે બુલડોઝરથી જવાની ઘટના દર્શાવે છે કે સમાજનું મસ્તિષ્ક અને આત્મા મરી પરવાર્યો છે.

સ્વરાના આ પોસ્ટ પર વિવાદ થતાં ટીકા થતાં તેણે સ્પષ્ટતા કરી હતી કે મારી ટવીટથી ગેરસમજ પેદા કરવામાં આવી છે. નિ:સંદેહ હું છત્રપતિ શિવાજી મહારાજનો વીરતાપૂર્ણ વારસો અને યોગદાનને સન્માન કરૂ છું. ખાસ કરીને સામાજીક નદ્યાય અને મહિલાઓને લઈને તેમનાં વિચારોનું.

સ્વરાએ લખ્યુ હતું કે આપણા ઈતિહાસનું મહિમા મંડન કરવુ સારૂ છે. પરંતુ કૃપા કરીને હાલની ભુલો અને નિષ્ફળતાઓને છુપાવવા અતીતનાં ગૌરવનો દુરૂપયોગ ન કરો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *