Ahmedabad, તા.16
ગઈકાલે કોંગ્રેસ ના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ગુજરાતમાં કોંગ્રેસ ના નેતાઓ સાથે બેઠકો કરી વિવિધ મુદાઓ પર ચર્ચા વિચારણા કરી રહ્યા છે. ગઈકાલે પાલડી કોંગ્રેસ કાર્યાલય પર રાહુલ ગાંધીની બેઠક યોજાઈ હતી.
જેમાં બહોળી સંખ્યામાં કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં તમામ નિરીક્ષકોને સૂચના અપાઈ હતી અને મહત્વ ના નિર્ણયો લેવામાં આવ્યા હતા. 23 એપ્રિલથી 8 મે સુધી નિરીક્ષકોની ટિમ જિલ્લામાં જશે.જિલ્લાના તમામ આગેવાનો અને કાર્યકરોનો અભિપ્રાય સૂચનો લેવામાં આવ્યા છે. નવી ટીમ પસંદગી માટે નિરીક્ષકો જિલ્લાવાર પ્રવાસ કરશે.સામાજિક અને ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખી નામો નક્કી કરાશે.5-6 નામોની યાદી તૈયાર કરી AICC ને મોકલવાની રહેશે. ત્યારબાદ નામો નક્કી કરવામાં આવશે. પાર્ટીમાં જોમ ભરનારને પ્રમોશન અને યોગ્ય જવાબદારી નહીં નિભાવનારને હોદા નહીં આપવામાં આવે.
સમયબદ્ધ કાર્યક્રમ નક્કી કરાયા છે. પ્રદેશ સમિતિ નામો અંગે પરામર્શ કર્યા બાદ નામોની જાહેરાત થશે. નિરીક્ષકોએ રાહુલ ગાંધી સાથે પ્રશ્ર્નોતરી પણ કરી હતી. 45 દિવસમાં કામગીરી પૂર્ણ કરાશે.જેમાં મારો તે સારો નહીં પણ સારો તે મારો તે મુજબ કાર્યવાહી થશે.સૌથી સક્ષમ વ્યક્તિ જિલ્લાનો પ્રમુખ બનશે. AICC ના નિરીક્ષકોને જિલ્લાની ફાળવણી કરી દીધી છે.પ્રદેશના નિરીક્ષકો ક્યાં જિલ્લામાં જશે તેનો નિર્ણય પ્રભારી લેશે. સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ કોંગ્રેસની કોર્ડિનેશન કમિટીની બેઠક શરૂ કરી છે. જેમાં રાહુલ ગાંધી, કે સી વેણુગોપાલ અને પ્રભારી મુકુલ વાસનીક સહિત પ્રદેશના તમામ મોટા નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં રાહુલ ગાંધી નેતાઓની કામગીરીની સમીક્ષા કરશે.2027માં ભાજપને હરાવવા નેતાઓને ટાસ્ક સોંપશે.
કોંગ્રેસની કોર્ડિનેશન કમિટીની બેઠક રાહુલ ગાંધીની સ્પષ્ટ સૂચનો આપ્યા છે. તમામ મોટા નેતાઓની જવાબદારી ફિક્સ કરી કામગીરી સોંપવામાં આવશે. યોગ્ય કામગીરી કરનાર નેતાઓને જ પ્રમોશન મળશે. યોગ્ય જવાબદારી નહીં નિભાવનાર નેતાઓને કોઈ હોદ્દા નહીં મળે.આ તકે રાહુલ ગાંધી.એ કડક સૂચન આપ્યા છે કે માત્ર ચૂંટણી વખતે સક્રિય થતા નેતાઓને ટિકિટ નહીં મળે. લોકોની વચ્ચે રહેનાર કાર્યકર કે નેતાઓને જ ઉમેદવાર બનાવાશે. સારી કામગીરી કરનાર જિલ્લા પ્રમુખને સરકાર બને મંત્રી પણ બનાવવામાં આવશે. રાહુલ ગાંધીએ આજે નિરીક્ષકો સાથે કરી બેઠક, કાલે ‘સંગઠન સર્જન અભિયાન’નો કરશે શુભારંભ 8 મે સુધીમાં જિલ્લા પ્રમુખોના સંભવિત નામોને યાદી પ્રદેશ સમિતિને સુપ્રેત કરવાની રહેશે.