૮ એપ્રિલે અમદાવાદમાં સીડબ્લ્યુસીની બેઠક,૯ એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે
Ahmedabad,તા.૭
અમદાવાદના આંગણે યોજાનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. એક દિવસ પહેલા આજે કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા છે.મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, ડી કે શિવકુમાર, રણદીપ સુરજેવાલા સહિત ૭૦૦ નેતાઓ આજે અમદાવાદ પહોંચ્યા છે
સીડબ્લ્યુસી બેઠકના સભ્યો પણ અમદાવાદ પહોંચ્યા છેે.સીડબ્લ્યુસી બેઠકમાં સામાજિક, આર્થિક અને રાષ્ટ્રીય ઠરાવો રજૂ કરવામાં આવશે. ૮ એપ્રિલે સીડબ્લ્યુસી બેઠક અને ૯ એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાનાર છે. તમામ રાજ્યોના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ, સીડબ્લ્યુસી સભ્યો, આમંત્રિતો સહિત ૧૯૦૦ સભ્યો ઉપસ્થિત રહેશે. કોંગ્રેસના નેતાઓ માટે અમદાવાદની હોટેલના બે હજાર રૂમ બુક કરવામાં આવ્યા છે. અમદાવાદમાં છેલ્લે માર્ચ ૨૦૧૯ માં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. ૧૯૦૨ માં ગુજરાતમાં પ્રથમવાર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં મળ્યું હતું. વર્ષ ૧૯૦૭ માં સુરત, ૧૯૨૧ માં અમદાવાદ, ૧૯૩૮ માં બારડોલીના હરિપુરા અને ૧૯૬૧ માં ભાવનગર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનમાં મળ્યું હતું. તેના બાદ ૨૦૨૫ માં અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન મળી રહ્યું છે.
કોગ્રેસના અધિવેશન વિશે અમિત ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસ ગુજરાતના લોકો માટે કામ કરવા માગે છે આ અધિવેશન તેનો સંદેશ બનશે. સાંપ્રદ પરિસ્થિતિથી જનતાને વાકેફ કરાવવામાં આવશે. આ અધિવેશનમાં કોંગ્રેસ રણનીતિ નક્કી કરશે. આ અધિવેશન ખૂબ મહત્વનું બની રહેશે. ગાંધી આશ્રમમાં સાંજે પ્રાર્થના સભા યોજાશે. ગુજરાત ગાંધીજી અને સરદારનું ગુજરાત છે. આજે બંધારણીય અધિકરો છીનવાઇ રહ્યા છે. ફિક્સ પગારની પ્રથા નાબૂદ કરવા, નાના વેપારિઓ સાહિતની હાલાકીને ધ્યાને લેવાશે. ગુજરાતમાં ડ્રગસ દારૂ, વ્યસનો તરફ યુવાઓ વધ્યા છે તે મુદ્દે પણ ચર્ચા થશે.
ગુજરાતમાં ૬૪ વર્ષ બાદ કોંગ્રસ ભવ્ય અધિવેશન યોજવા જઈ રહ્યું છે. અધિવેશન હાજરી આપવા માટ વીઆઇપી ડેલિગેટ્સ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. ૯ એપ્રિલે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની ન્યાય પથ સંકલ્પ સમર્પણ સંઘર્ષ બેઠક મળશે. ૨૦૨૫ માં અમદાવાદમાં કોંગ્રેસનું વધુ એક અધિવેશનમાં મળી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ પૂરજોરમાં ચાલી રહી છે. રાષ્ટ્રીય અધિવેશન રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર પર ૯ એપ્રિલે યોજાશે. અધિવેશન માટે ૨ હજાર લોકોની ક્ષમતાનો એસી ડોમ તૈયાર કરાઈ રહ્યો છે. સવારે ૯ઃ૩૦ કલાકથી સાંજ ૫ વાગ્યા સુધી અધિવેશન ચાલશે. અધિવેશનમાં અલગ-અલગ ઠરાવ કરવામાં આવશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાનું મોટું નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પરિવારની બેઠક અંગે ભાજપ કેમ હસ્તક્ષેપ કરે છે. ભાજપ હવે થોડા દિવસની મહેમાન છે. આ અધિવેશનની અસર સમગ્ર દેશના થશે. ૨૦૨૭ની ચૂંટણીમાં આની અસર થશે. કોંગ્રેસના ડીએનએમાં ગુજરાત છે.