Saharanpur,તા.૨૩
ઉત્તર પ્રદેશના સહારનપુરથી કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદનું સંસદ સભ્યપદ જોખમમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિવાદાસ્પદ નિવેદનના સંદર્ભમાં કોર્ટે તેમની સામે આરોપો ઘડ્યા છે. તેમણે ૧૦ વર્ષ પહેલા પીએમ મોદી વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું.
તમને જણાવી દઈએ કે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી દરમિયાન ઈમરાન મસૂદે દેવબંદ વિસ્તારના લબકરી ગામમાં પીએમ મોદી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમના નિવેદન બાદ રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો. આ નિવેદન બદલ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો અને તેમને જેલ પણ જવું પડ્યું. હવે આ કેસમાં તેમની સામે આરોપો ઘડવામાં આવ્યા છે. આ કારણે તેમની સંસદની સદસ્યતા જોખમમાં છે.