સમાજમાં ત્રણ પેઢી કાર્યરત છે અને ત્રણેયની કાર્યશૈલી એને ઉદ્દેશ્ય જુદા છે. પ્રથમ પેઢી નવી જનરેશનની છે. જે ૨૫ થી ૩૫ વર્ષની આયુ કેટેગરીમાં આવે છે. બીજી બેઠીમાં ૪૦થી ૬૦ વર્ષની કેટેગરીમાં આવતી મીડલ એજ પેઢી છે અને ત્રીજી પેઢી સીનીયર સીટીઝનથી માંડી સુપર સિનિયર સિટીઝન એટલે કે ૬૦ વર્ષથી માંડી ૮૦ વર્ષ અને ૮૦ વર્ષથી ઉપર…! મેં થોડા સમય પહેલાં બે પેઢી વચ્ચેનો તફાવત દર્શાવતો લેખ લખ્યો હતો. જેનો પ્રતિભાવ સારો એવો મળ્યો હતો. આજના લેખમાં ત્રણ જનરેશન અને તેના વિચારો, વ્યવહાર વિશે ચર્ચા કરીશ. શરૂઆત કરીએ સિનિયર સિટીઝનથી. આ એ વડીલો છે જેેમણે જીવનમાં સંઘર્ષોનો વધારો સામનો કર્યો છે. સગવડતાનો અભાવ અને અગવડતાનો અતિરેક આ પેઢીના નસીબમાં મળ્યું હતું. સામાન્ય નોકરી અને અતિ સામાન્ય પગારની વચ્ચે સમાધાનો કરી કરીને આ પેઢી હસતી રહી, પરિસ્થિતિજન્ય આનંદ મેળવતી રહી, વહેંચતી રહી અને પોતાના સંતાનોને ભણાવીને પ્રસંગો પણ કરતી રહી. અતિ સામાન્ય પગાર હોવા છતાં ઋતુ અનુસાર ફળો અને શાકભાજી આ પેઢીની ખાતી રહી અને સંતાનોને પણ ખવડાવતી રહી. કારણ કે એ સમયે ભલે સોંઘવારી હતી પણ પગાર એવા જ મામૂલી હતા ને ! પોઝિટીવ પાસું એ હતું કે ખોટા ખર્ચ હતા નહીં અને સંતોષી જીવન જીવતા હતા. નોકરીયાત વર્ગ હાય, ખેડૂત વર્ગ હો કે વ્યાપારી પર્ગ હોય તમામ હળીમળીને રહેતા હતા. એકબીજાને મદદ અને માર્ગદશર્ન કરતા હતા. ખેડૂતોના ઘરે દૂધ લેવા જાઓ તો જેટલું દૂધ લો તેના પર ઉમેરણ કરતા. શાકભાજીવાળો શાકભાજી વધારે આપતો અને વ્યાપારી પણ એમ જ કરતો. આ પેઢીનો સ્વભાવ એવો હ હતો કે આપવામાં માનતી. ખેડૂતના ખેતરમાં થતા વિવિધ પાક, નોકરીયાતને ત્યાં આપી જતાં. નોકરીયાત વર્ગ પણ ખેડૂત, વ્યાપારી કે અન્ય વગના બાળકોને પોતાને ત્યાં ભણાવતા તો એમની કોઈ ફી લેતા નહીં. મતલબ ફી વગરનું ટ્યુશન ! તકલીફો વચ્ચે, સંયુક્ત કુટુંબમાં રહી પોતાની નવી પેઢીને ભણાવીને તૈયાર કરી આ પેઢી પાસે પ્રમાણમાં તકો વધારે હતી. છતાં પણ ‘વિકાસ્’ નામનું ભૂત પ્રમાણમાં દૂર હતું. વાહન વ્યવહારના ટાંચા માધ્યમો, સંદેશા વ્યવહારના ટેલિફોન અને તાર આવી ગયા હતા. પરંતુ એટલા સરળ ન્હોતા. આ પેઢીને ભણવાની તક મળી એટલે આ કેટેગરીમાં ડોક્ટર, એન્જિનિયર, વકીલ અને પ્રોફેસરોનો રાફડો ફાટ્યો. હવે ક્યાંક ટેલિફોન, ટીવી, ફિઝ દેખાવા મંંડ્યા હતા. દ્વિચક્રી વાહનોમાં રાજદૂત અને નર્મદા કે વેસ્પા સ્કૂટર જોવા મળશે. કારને મોટર તરીકે સર્વવ્યાપી ઓળખવામાં આવતી એમ્બેસેડર કારનો જમાનો હતો. પછી ફીઆટ કંપનીની પદમીની આવી અને જે થોડો ગમો ધનીક વર્ગ હતો તે મારૂતિ અલ્ટો કારમાં ફરવા માંડ્યો. છતાં પણ સમાજના આર્થિક રીતે સુખી કે આર્થિક રીતે થોડા નબળો વર્ગ એવા કોઈ ફાંટા ન્હોતા. તમામ વર્ગ એકબીજાના પ્રસંગમાં જઈ ઉભો રહેતો અને સુખથી સંપીને હેતો. આ સંપની ભાવના તેમને કુટુંબમાંથી જ મળી રહેતી. પરસ્પર લાગણી, હૂંફ, સુખ-દુઃખમાં સાથ આપવાની ભાવના સમાજમાં પણ જળવાઈ રહેતી. આ પેઢી એટલે બીજી પેઢી. આ પેઢી થોડી સમૃદ્ઘ થઈ એટલે શહેરમાં વસી. શહેરીકરણની સાથે શહેરની આદતો પણ ધીમે ધીમે અપ્રત્યક્ષરૂપે આ પેઢીમાં આવવા લાગી. આ પેઢી એવી છે કે જેણે અભાવ પણ જોયો અને તમામ સગવડ પણ જોઈ. અને પછી સંયુક્તમાંથી વિભક્ત કુટુંબ તરફની દિશા પણ જોઈ. વિવિધ ક્ષેત્રમાં સ્પર્ધા આવવા માંડી અને પરિણામે ઈર્ષ્યા, અદેખાઈ અને સ્વાર્થ વૃત્તિએ ધીમે પગલે પ્રવેશ કર્યો. પોતાના સંતાનો માટે વધારે સગવડ, તક અને શિક્ષણના માધ્યમો મળ્યા અને પછીની નવી પેઢીએ નવા દ્વાર ખોલ્યા. આ નવી જનરેશન ! કોમ્પ્યુટર, સોફટવેર, એન્જિનિયર, એમબીએ, આઈટી ક્ષેત્રમાં નવી પેઢીઓ ઝડપભેર સફળતા હાંસલ કરી અને પોતાના બાપ-દાદા કરતા ઓછા સમયમાં આર્થિક સધ્ધરતા કેળવી. આ નવી પેઢીએ બહાર રહી શિક્ષણ મેળવ્યું. એક તો વિભક્ત કુટુંબ અને હોસ્ટેલના વર્ષો. એકતા, સંપ, હૂંફથી આ પેઢી દૂર રહી ગઈ. સ્પર્ધાનો કાતિલ સમય એટલે સ્વાર્થવૃત્તિ પણ તેમનામાં હાવિ થતી ગઈ !
તંત્રી લેખ…કલ આજ ઓર કલ સરખામણી : ત્રણ પેઢીની !
