Vadodaraમાં ધો.૧૨ સાયન્સના વિદ્યાથીર્નો ગળા ફાંસો ખાઇને આપઘાત કર્યો

Share:

Vadodara,તા.૪

ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીએ હતાશ થઇને ગળા ફાંસો ખાઇને આપઘાત  કરી લીધો હતો. મમ્મી, પપ્પા સોરી, આઇ લવ યુ લખેલી અંતિમ ચિઠ્ઠી છોડીને ધો. ૧૨ સાયન્સના વિદ્યાર્થીએ ઘરે બેડરૂમમાં ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જેના પગલે પરિવાર પર આભ તૂટી પડયું છે.

હરણી  બીપીએસ સ્કૂલ રોડ પર સિદ્ધાર્થ લાઇફ હોમ્સમાં રહેતા ૧૭ વષર્નો દેવ શૈલેષભાઇ પાટિલ ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,રવિવારે રાતે દેવ પાટિલે આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે  હરણી પોલીસને જાણ કરવામાં આવતા હે.કો. અમિતભાઇએ સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. પરિવારને સાંત્વના આપ્યા  પછી મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.આપઘાતનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ, પરીક્ષાના ટેન્શનના કારણે તેણે અંતિમ પગલું ભર્યુ હોવાની શક્યતા છે.

આપઘાત કરતા પહેલા વિદ્યાર્થીએ લખેલી અંતિમ ચિઠ્ઠીમાં તેની હતાશા દેખાઇ આવે છે. તેણે લખ્યું હતું કે, ડિયર ફાધર, મધર એન્ડ બ્રધર .આઇ એમ સોરી, આઇ એમ ગોઇંગ અપ. પ્લીઝ ડોન્ટ થીંક અબાઉટ મી પાપા સોરી. આઇ ટ્રાઇડ માય બેસ્ટ સ્ટે અલાઇવ. પ્લીઝ ટેક કેર એવરીવન. મૈં ગયા ઇસ દુનિયા સે. યુ ગાય્ઝ ડિઝર્વ બેટર સન એન્ડ બ્રધર. આઇ વુડ કિલ માય સેલ્ફ. યુ મેક યોર લાઇવ્સ વે બેટર.

પ્લીઝ ફૂલ ફિલ માય લાસ્ટ વિશ. પ્લીઝ સ્ટે હેપ્પી મમ્મી,પાપા, ભાઇ. પ્લીઝ..પ્લીઝ… પ્લીઝ…પ્લીઝ…પ્લીઝ… સ્ટે હેપી એન્ડ ફરગેટ અબાઉટ મી. ધીસ વુડ રિયલી મેક મી હેપી. એન્ડ પ્લીઝ ટેક કેર અબાઉટ ઇચ અધર. આઇ હોપ યુ ફૂલ ફિલ માય ફાઇનલ વિશ. ધ્યાન રખના. આઇ લવ યુ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *