Surendranagarતા.28
સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ચોટીલાના ખેરડી ગામની સીમમાંથી રૂા.૬.૯૦ લાખના દારૂ અને બિયરના જથ્થા સહિત રૂ. ૮.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસે પાંચ શખ્સ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ચોટીલા એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચોટીલાના ખેરડી ગામની સીમમાં દરોડો કરી ઈંગ્લીશ દારૂની ૩૫૫૦ બોટલ (કિં.રૂા.૬,૫૯,૫૨૭), બિયરના ૨૫૦ ટીન (કિં.રૂ. રૂા.૩૦,૭૫૦) મળી કુલ રૂા.૬,૯૦,૨૭૭, બે બાઈક (કિં.રૂા.૧,૦૦,૦૦૦), બે મોબાઈલ (કિં.રૂા.૨૦,૦૦૦) સહિત કુલ રૂા.૮,૧૦,૨૭૭ના મુદ્દામાલ સાથે ભોપાભાઈ ઉર્ફે ભુપતભાઈ લાલજીભાઈ મેર (રહે.નવાગામ, રાજકોટ)ને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય આરોપીઓ ભરભાઈ રાધવજીભાઈ દુમાદીયા (રહે.ખેરડી તા.ચોટીલા), ટુુ વ્હીલરનો ચાલક, એક મોબાઈલનો ધારક અને ધવલભાઈ રસીકભાઈ સાવલીયાની સંડોવણી બહાર આવતા ઝડપાયેલ શખ્સ સહિત હાજર મળી ન આવેલ તમામ વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબી ટીમ દ્વારા દરોડો કરવામાં આવતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.