China અમેરિકાને યુદ્ધની ધમકી આપી, વોશિંગ્ટન કહે છે ’અમે પણ તૈયાર છીએ

Share:

China ,તા.૭

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલા ટેરિફ અને વેપાર યુદ્ધ વચ્ચે, ચીને અમેરિકાને યુદ્ધની ધમકી પણ આપી છે. ચીન કહે છે કે, “જો અમેરિકા યુદ્ધ ઇચ્છે છે, પછી ભલે તે ટેરિફ યુદ્ધ હોય, વેપાર યુદ્ધ હોય કે અન્ય કોઈપણ પ્રકારનું યુદ્ધ હોય, અમે અંત સુધી લડવા માટે તૈયાર છીએ.” ચીનના આ નિવેદનથી વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે. અમેરિકા પર બદલો લેવાના ટેરિફ લાદ્યા બાદ ચીનનું આ નિવેદન આવ્યું છે. અમેરિકાએ પણ ચીનની ધમકીનો આ જ રીતે જવાબ આપ્યો છે. અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે કહ્યું છે કે અમેરિકા પણ ચીન સાથે યુદ્ધ માટે ’તૈયાર’ છે.

બંને દેશો વચ્ચેના આ શબ્દયુદ્ધે સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. વેપાર યુદ્ધ વચ્ચે પહેલીવાર વિશ્વના બે શક્તિશાળી દેશોએ એકબીજાને સીધા યુદ્ધની ધમકી આપી છે. એ સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં વધુ તણાવ જોવા મળી શકે છે. જોકે, શપથ ગ્રહણ બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને સાથે લેવાની વાત કરી હતી. પરંતુ તેઓએ ટેરિફ યુદ્ધ શરૂ કર્યા પછી, સમગ્ર વિશ્વમાં હોબાળો મચી ગયો છે.

વાસ્તવમાં, અમેરિકાએ ચીન, કેનેડા, મેક્સિકો અને ભારત સહિત અન્ય દેશો પર ભારે ટેરિફ લાદ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વધતા વેપાર ટેરિફ સામે ચીને વળતો પ્રહાર કર્યો છે અને અમેરિકાને ચેતવણી આપી છે કે તે “કોઈપણ પ્રકારના” યુદ્ધ માટે તૈયાર છે. ટ્રમ્પ દ્વારા ચીની માલ પર વધુ ટેરિફ લાદવામાં આવ્યા બાદ વિશ્વની બે ટોચની અર્થવ્યવસ્થાઓ વેપાર યુદ્ધની નજીક પહોંચી ગઈ છે. એટલું જ નહીં, ટ્રમ્પના નિર્ણય પછી, ચીને પણ તરત જ વળતો પ્રહાર કર્યો અને અમેરિકન કૃષિ ઉત્પાદનો પર ૧૦-૧૫% ટેરિફ લાદ્યો. આનાથી બંને દેશો વચ્ચે ભારે તણાવ પેદા થયો છે.

આ વેપાર યુદ્ધ વચ્ચે, ચીની દૂતાવાસે મંગળવારે એક સરકારી નિવેદન બહાર પાડ્યું અને અમેરિકાને સત્તાવાર રીતે યુદ્ધની ધમકી આપી. ચીની દૂતાવાસે એકસ પર કહ્યું, “જો અમેરિકા યુદ્ધ ઇચ્છે છે, પછી ભલે તે ટેરિફ યુદ્ધ હોય, વેપાર યુદ્ધ હોય કે અન્ય કોઈપણ પ્રકારનું યુદ્ધ હોય, અમે અંત સુધી લડવા માટે તૈયાર છીએ.” તમને જણાવી દઈએ કે ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી ચીન દ્વારા આપવામાં આવેલું આ સૌથી કઠોર નિવેદન છે. ચીન અમેરિકાથી વિપરીત એક સ્થિર, શાંતિપ્રિય દેશની છબી રજૂ કરવા આતુર છે, જેના પર બેઇજિંગ મધ્ય પૂર્વ અને યુક્રેનમાં યુદ્ધોમાં ફસાયેલ હોવાનો આરોપ લગાવે છે.

ચીન તરફથી યુદ્ધની ધમકી મળ્યા બાદ અમેરિકાએ પણ તેની જ ભાષામાં આકરો જવાબ આપ્યો છે. અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે કહ્યું કે અમેરિકા ચીન સાથે યુદ્ધ માટે ’તૈયાર’ છે. અમેરિકા ચીનને પોતાનો સૌથી મોટો વિરોધી માને છે અને બેઇજિંગના જવાબમાં તેણે પણ પોતાના સૌથી મોટા હરીફ સામે યુદ્ધ શબ્દનો ઉપયોગ કરીને વાતાવરણ ગરમ કર્યું છે. બુધવારે સવારે, પેન્ટાગોનના વડાએ ફોક્સ એન્ડ ફ્રેન્ડ્‌સ પર દાવો કર્યો હતો કે “અમેરિકા પણ ચીન સાથે યુદ્ધ માટે ’તૈયાર’ છે”. હેગસેથે આ ટિપ્પણી ચીનના દૂતાવાસ દ્વારા ઠ પર કરવામાં આવેલી પોસ્ટના જવાબમાં કરી હતી જેમાં બેઇજિંગે અમેરિકાને યુદ્ધની ધમકી આપી છે. તમને જણાવી દઈએ કે ચીને ૨૦૨૫-૨૬ માટે ઇં૨૪૯ બિલિયનનું સંરક્ષણ બજેટ જાહેર કર્યું છે. જ્યારે અમેરિકાનું સંરક્ષણ બજેટ ઇં૮૯૦ બિલિયન છે. અમેરિકા પછી ચીન તેની સેના પર ખર્ચ કરનાર બીજો સૌથી મોટો દેશ છે અને તેની પાસે વિશ્વની સૌથી મોટી નૌકાદળ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *