China,તા.09
અમેરિકાએ તેના ટેરીફ સામે વળતા ટેરીફ લાદનાર ચીન પર ડબલ ટેરીફ એટલે કે 54%ના બદલે હવે 104% ટેરીફ લાદતા જ ચીને પણ વળતા આક્રમક પગલા લઈને અમેરિકી ટેરીફની અસર દેશમાં ઓછામાં ઓછી પડે તે નિશ્ચિત કરવા પ્રયાસો કર્યા છે.
ચીને જાહેર કર્યુ છે કે, તે આ ટેરીફ વોરમાં શરણે થશે નહી. ચીન પર માર્ચમાં 20% અને બાદમાં 2 એપ્રિલે 34% ટેરીફ લાદયા બાદ હવે તેના પર 50%ના વધારાને ટેરીફ લાદયા છે.
ચીને તેના ચલણ યુઆનનું તાત્કાલીક અવમુલ્યાંકન કરીને સસ્તો બનાવી અને અમેરિકાના 104% ટેરીફ છતા પણ ઘર આંગણે નિકાસકારોને ઓછામાં ઓછુ સહન કરવુ પડે તે નિશ્ચિત કર્યુ છે.
જો કે આ પગલું કેટલું લાંબુ ચાલી શકે તે પ્રશ્ન છે. બીજી તરફ ચીને ભારતની તરફ નજર કરી છે અને ચીનના દૂતાવાસના પ્રવકતા યુ જિંગે ભારત અને ચીનની અર્થવ્યવસ્થા સમાન છે અને અમેરિકા ટેરીફનો જે ગેરઉપયોગ કરે છે તેના મુકાબલામાં બન્ને દેશોએ એક સાથે ઉભુ રહેવુ જોઈએ. તેમણે કહ્યું કે આ પ્રકારની ટેરીફ કે ટ્રેડવોરથી કોઈને લાભ થશે નહી.