Upleta,તા.29
ઉપલેટાના નાગનાથ ચોક નજીક ભારે વાહનો માટે પ્રવેશબંધી ને લઈને લગાવવામાં આવેલા લોખંડના એંગલ માં માથું ભટકાઈ જતા ૧૧ વર્ષના તરુણને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે .આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઉપલેટા નાગનાથ ચોક નજીકની સોસાયટી માં રહેતા અને તાળા ચાવી નું કામ કરતા દીપસિંહ ચીખલીગર નો પરિવાર બાળકોને લઈ જુનાગઢ સકરબાગ ફરવા ગયા હતા. છોટા હાથીમાં પાટિયા નાખી બાળકોને ઉપર બેસાડ્યા હતા વળતી વખતે ગાડી નાગનાથ ચોક નજીકથી પસાર થતાં રસ્તા પર ભારે વાહનો ની પ્રવેશબંધી માટે લગાવવામાં આવેલા એંગલ સાથે પાટીયા પર બેસેલા ૧૧ વર્ષના પરમ દીપસિંહ ચીખલીગર નું માથું એંગલ સાથે ભટકાઈ જતા ગંભીર રીતે ઇજા થઈ હતી તેને પ્રથમ ઉપલેટા ક્રિષ્ના હોસ્પિટલ ત્યારબાદ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે