Cheteshwar 1 રને સદી ચૂકયો : આસામ સામે 474 રન ખડકતું સૌરાષ્ટ્ર

Share:

Rajkot, તા. 31
રણજી ટ્રોફીના આસામ સામેના મેચમાં સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ દાવમાં 474 રનનો જુમલો ખડકયો હતો. હાર્વિક દેસાઇની સદી બાદ ચેતેશ્વર પુજારા માત્ર 1 રને સદી ચુકી ગયો હતો અને 99 રને આઉટ થયો હતો.

સૌરાષ્ટ્રની ટીમે 3 વિકેટે 361 રનના જુમલેથી દાવ આગળ ધપાવ્યો હતો. 95 રને અણનમ રહેલો ચેતેશ્વર પુજારા 4 રનના ઉમેરા બાદ 99 રને આઉટ થઇ જતા સદી ચૂકી ગયો હતો.

અર્પિત વસાવડા 12, પ્રેરક માંકડ 10, ધર્મેન્દ્ર જાડેજા 8, રવિન્દ્ર જાડેજા 19, જયદેવ ઉનડકટ ર બને આઉટ થયા હતા. યુવરાજસિંહ ડોડીયા 4 રને આઉટ થયો હતો. સમર ગજજરે સટાસટી બોલાવીને 60 રન ઝુડયા હતા અને અણનમ રહ્યો હતો.

પ્રથમ દાવ લેવા મેદાને પડેલ આસામનો ધબડકો થયો હોય તેમ 98 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ર અને જયદેવ ઉનડકટ અને સમર ગજજરે 1-1 વિકેટ ઝડપી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *