New Delhi, તા.6
દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા એઆઇ સર્ચ ટુલ ચેટજીપીટી ભારત સહિત અનેક દેશોમાં ડાઉન થતાં જબરો દેકારો મચી ગયો હતો. આજે સવારે 9-19 કલાકથી ચેટજીપીટીએ કામ કરવાનું બંધ કરી દીધું હતું અને તે ગ્લોબલ આઉટરેજ હોવાનું બહાર આવ્યું છે.
ઓપનઆઇએ પણ સ્વીકાર્યું છે કે, ચેટજીપીટીમાં સમસ્યા સર્જાય છે અને તે યોગ્ય કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. ડીસેમ્બર માસમાં પણ ચેટજીપીટીમાં આ પ્રકારની સમસ્યા સર્જાઇ હતી અને વારંવાર આ એઆઇ ટુલ કોઇને કોઇ મુશ્કેલી ઉભું કરતું રહે છે.
અનેક યુઝર્સે એવો પણ દાવો કર્યો છે કે, ચેટજીપીટીનો એરર સ્કોર સતત વધી ગયો છે અને તે 1 %માંથી 7 % જેવો થઇ ગયો છે. હાલમાં જ જે રીતે ચાઇના તેનો એઆઇ મોડેલ ડીપસીક લોંચ કર્યું તે પછી ચેટજીપીટી સહિતના અમેરિકી એઆઇ ટુલ સામે પ્રશ્નો ઉઠ્યા છે.