New Delhi,તા.10
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે હોળી પહેલાં જ ખુશીના સમાચાર આવી શકે છે. 12 માર્ચ, બુધવારે કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. સરકારના આ નિર્ણયથી 1.2 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ થઈ શકે છે. 12 માર્ચે કેબિનેટની આ મુદ્દે બેઠક યોજાવાની છે. ત્યારબાદ મોંઘવારી ભથ્થામાં વધારા અંગે જાહેરાત થઈ શકે છે.
સરકાર વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થુ વધારે છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવતો આ વધારો એક જાન્યુઆરી અને એક જુલાઈના રોજથી લાગુ થાય છે.
જાન્યુઆરી, 2025માં કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની જાહેરાત કરી હતી. જે સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં ફેરફાર કરશે. સાતમા પગાર પંચનો પીરિયડ 31 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થશે. આઠમું પગાર પંચ 2026થી લાગુ થશે. જો કે, હાલ તેની શરતો અને તેમાં સામેલ સુધારાઓ અંગે માહિતી આપવામાં આવી નથી.