નવનિર્મિત સર્વોદય મલ્ટી હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી અજાણ્યા શખ્સોએ હાથ ફેરો કર્યો
Kuvadwa,તા.01
શહેરના ભાગોળે આવેલા કુવાડવા ગામે નવનિર્મિત સર્વોદય મલ્ટી હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી રૂપિયા 46,000 ની કિંમતના સીસીટીવી કેમેરા સહિતના માલ સામાન ચોરી કરી ગયા અંગેની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વધુ વિગત મુજબ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ભારતીય નગર શેરી નંબર 11 માં રહેતા હિતેશ કાંતિભાઈ વાઢીયા નામના વેપારીએ કુવાડવા રોડ પોલીસ મથકમાં રૂપિયા 46000 ના સીસીટીવી કેમેરાનો સામાન અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા અંગેની ફરિયાદ નોંધાવી છે પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે કુવાડવા ગામે નવી બનતી સર્વોદય મલ્ટી હોસ્પિટલની ખુલ્લી જગ્યામાં સીસીટીવી કેમેરા લગાવવાનો સામાન બહાર રાખ્યો તો જેમાં એનવીઆર નંગ એક ઓડિયો ડોન કેમેરા નંગ સાત ઓડિયો બુલેટ કેમેરા નામ 3 8 નંગ બે મળી ₹46,000 ના માલ સામાન ચોરી કરી ગયા અંગેનું જણાવ્યું હતું પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ સેટ કોન્સ્ટેબલ સંજયભાઈ કુમાર ખાણીયા દ્વારા ચલાવવામાં આવી રહી છે