Botad,તા.07
બોટાદ જિલ્લાના ગઢડા ખાતે આવેલા CCI (કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા)ના ખરીદ કેન્દ્રમાં સીસીઆઈના કર્મચારી અને કોટન જીનના સંચાલકને કપાસની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધાં છે.
બોટાદ જિલ્લાના ગઢડા ખાતે આવેલા કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ)ના ખરીદ કેન્દ્ર કષ્ટભંજન કોટન એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરે છે. જેમાં ખેડૂતો પાસેથી થતી કપાસની ખરીદીમાં સીસીઆઈના કર્મચારી/અધિકારી તથા કોટન જીનના સંચાલકો દ્વારા ખેડૂતોના કપાસની વૈજ્ઞાનિક ઢબે ચકાસણી કર્યાં, વિના કપાસ નબળો છે. સીસીઆઈ આવા કપાસની ખરીદી નહીં કરે તેવા બહાના કાઢી ખેડૂતોને હેરાન કરી કપાસનું ઓછું વજન દર્શાવી લાંચમાં કપાસ મેળવતા હોવાથી એસીબીએ પાંચમી માર્ચે છટકું ગોઠવ્યું હતું. જેમાં ઓછો કપાસ દર્શાવી 19,798 રૂપિયાની કિંમતનો 265 કિલોગ્રામ કપાસ લાંચ તરીકે મેળવનારા કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના કોન્ટ્રેક્ટ બેઝ કોમ્પ્યુટર ઓપરેટર અકરમ શૌકતઅલી પટવારી અને સીસીઆઈ ખરીદ કેન્દ્ર કષ્ટભંજન કોટન એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના સંચાલક ઘનશ્યામ બોદરને ઝડપી લીધાં હતા.