Bihar માં સોનિયા ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કરાયો

Share:

અરજદાર સુધીરે કહ્યું કે સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો છે

Bihar, તા.૩

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ‘ગરીબ મહિલા’ કહેવા બદલ બિહારના મુઝફ્ફરપુરમાં તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. સુધીર ઓઝા નામના વકીલે ગઈકાલે સીજીએમ કોર્ટમાં આ ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટે તેનો સ્વીકાર કર્યો. આ કેસની સુનાવણી ૧૦ ફેબ્રુઆરીએ થશે. અરજદારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ સહ-આરોપી તરીકે નામ આપ્યા છે અને તેમની સામે પણ કાનૂની કાર્યવાહીની માંગ કરી છે.અરજદાર સુધીરે કહ્યું કે સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો છે. બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના ભાષણ પછી સોનિયા ગાંધીએ તેમના પર કરેલી ટિપ્પણી અત્યંત વાંધાજનક હતી. ઓઝાએ કહ્યું કે રાષ્ટ્રપતિ એક મહિલા છે અને આદિવાસી સમુદાયમાંથી આવે છે, તેમની વિરુદ્ધ આ ટિપ્પણી વાંધાજનક છે. કોર્ટે સુનાવણી માટે ૧૦ ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પછી, સોનિયા ગાંધીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે બિચારી મહિલા અંતે થાકી ગઈ હતી. તે જ સમયે, રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના સંબોધનને કંટાળાજનક ગણાવ્યું હતું. સોનિયાના આ નિવેદનથી રાજકીય હોબાળો મચી ગયો. ભાજપે સોનિયા ગાંધીની આ ટિપ્પણીની સખત નિંદા કરી. પીએમ મોદીએ કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું.

Bihar માં સોનિયા ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કરાયો

આજનું રાશીફળ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *