New Delhi તા.24
આવતા મહિને એટલે કે એપ્રિલથી મોટાભાગની કંપનીઓની કાર મોંઘી થવાની છે. ઉત્પાદન ખર્ચમાં વધારા અને ઓપરેશન ખર્ચ વધવા દરમ્યાન દિગ્ગજ કંપનીઓ-મારૂતી સુઝીકી, મહિન્દ્ર એન્ડ મહિન્દ્રા, હુંડાઈ અને અન્યએ આગામી મહિનાથી પોતાની કારોની કિંમત વધારવાની જાહેરાત કરી છે.
દેશમાં પેસેન્જર કાર સેગ્મેંટની સૌથી મોટી કંપની મારૂતી સુઝુકી ઈન્ડિયાએ આગામી મહિનાથી પોતાના બધા મોડલના દામમાં 4 ટકા સુધીના વધારાની જાહેરાત કરી છે.
ઓટો સેકટરની દિગ્ગજ કંપની ઓટો ભારતીય બઝારમાં પ્રવેશ સ્તરની ઓલ્ટો કે 10 થી લઈને બહુલક્ષી વાહન ઈનવિકટો સુધીના વિભિન્ન મોડલ વેંચે છે તેની કિંમત ક્રમશ: 4.23 લાખ રૂપિયાથી 29.22 લાખ રૂપિયા (એકસ શો રૂમ દિલ્હી) સુધીની છે.
મારૂતીની મુખ્ય હરીફ હૂંડઈ મોટર ઈન્ડીયાએ જણાવ્યુ હતું કે તે કાચો માલ અને પરિચાલન ખર્ચમાં વૃધ્ધિનાં કારણે એપ્રિલ 2025 થી પોતાની કારોનાં દામ ત્રણ ટકા સુધી વધારશે.
આજ રીતે ટાટા મોટર્સ એપ્રિલથી પોતાના ઈલેકટ્રીક વાહન સહીત બધા યાત્રી વાહનોના ભાવ વધારી રહી છે. ટાટા મોટર્સે આ વખતે બીજીવાર પોતાના વાહનોનાં ભાવ વધારવાની જાહેરાત કરી છે. મહિન્દ્રાએ જણાવ્યું હતું કે તે એપ્રિલથી સ્પોર્ટસ યુટીબો અને વાણિજિયક વાહનોની કિંમતમાં ત્રણ ટકાનો વધારો કરશે.